<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ઈરાન યુદ્ધમાં હથિયારોનો અતિશય વપરાશ : અમેરિકાની સૈન્ય શક્તિમાં ઘટાડો થતા તાઈવાનની સુરક્ષા પર ભારે જોખમ

વોશિંગ્ટન : વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ મોટા પ્રમાણમાં શસ્ત્રસરંજામનો ઉપયોગ કર્યો છે, જેના કારણે તેની સંરક્ષણ ક્ષમતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. અમેરિકાએ યુદ્ધમાં ૧,૦૦૦થી વધુ 'ટોમહોક' લેન્ડ એટેક મિસાઈલો અને આર્મી-નેવી દ્વારા વપરાતી આશરે ૧,૫૦૦ થી ૨,૦૦૦ જેટલી અત્યંત મહત્વની એર-ડિફન્સ મિસાઈલોનો વપરાશ કરી નાખ્યો છે.

અમેરિકી વહીવટીતંત્રના અધિકારીઓનું માનવું છે કે હથિયારોના આ મોટા જથ્થાના ઘટાડાને કારણે જો નજીકના ભવિષ્યમાં ચીન તાઈવાન પર હુમલો કરે, તો અમેરિકા તાઈવાનના સંરક્ષણ માટેની તેની આકસ્મિક યોજનાઓનો સંપૂર્ણ અમલ કરી શકવાની સ્થિતિમાં નથી. આ પરિસ્થિતિ અમેરિકા માટે વ્યુહાત્મક ચિંતાનો વિષય બની છે, કારણ કે અત્યંત મહત્વના મિસાઈલ ભંડારમાં ગાબડું પડતા વૈશ્વિક સુરક્ષા સંતુલન જોખમાઈ શકે છે.

(12:01 PM IST)