તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
જનધન યોજનામાં દરેક ચોથું ખાતું નિષ્ક્રિયઃ ૫.૭૨ કરોડ ખાતાંમાં ઝીરો બેલેન્સ
દેશમાં આવાં ૫૯,૦૩,૭૪,૯૦૭ PMJDY અકાઉન્ટ છે, જેમાં કુલ ૩,૧૫,૧૭૯.૯૦ કરોડ રૂપિયા જમાઃ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઝીરો-બેલેન્સ અકાઉન્ટ : ઉત્તર પ્રદેશમાં PMJDY અકાઉન્ટની કુલ સંખ્યા સૌથી વધુ ૧૦.૫૧ કરોડઃ ત્યાર બાદ બિહારમાં ૭.૦૧ કરોડ અકાઉન્ટ

નવી દિલ્હી,તા.૯: દેશના તમામ વર્ગના લોકોને બેન્કિંગ સાથે જોડવા માટે ૨૦૧૪ના ઑગસ્ટ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) શરૂ કરવામાં આવી હતી અને અત્યારે દેશમાં આવાં ૫૯,૦૩,૭૪,૯૦૭ PMJDY અકાઉન્ટ છે, જેમાં કુલ ૩,૧૫,૧૭૯.૯૦ કરોડ રૂપિયા જમા છે. જોકે ચંદ્ર શેખર ગૌર નામના એક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) એક્ટ અંતર્ગતની અરજીના જવાબમાં નાણામંત્રાલયના નાણાકીય સેવા વિભાગે જણાવ્યું હતું કે PMJDY હેઠળનું દરેક ચોથું ખાતું નિષ્ક્રિય છે, જ્યારે લગભગ ૫.૭૨ કરોડ ખાતાંઓમાં ઝીરો બેલેન્સ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ઝીરો-બેલેન્સ અકાઉન્ટ છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૯૫.૯૨ લાખ ઝીરો-બેલેન્સ PMJDY અકાઉન્ટ છે, ત્યાર બાદ બિહાર (૬૨.૩૫ લાખ), પヘમિ બંગાળ (૩૭.૨૦ લાખ), આસામ (૩૬.૩૦ લાખ) અને મહારાષ્ટ્ર (૩૬.૦૪ લાખ)નો નંબર આવે છે. સૌથી વધુ નિષ્ક્રિય PMJDY અકાઉન્ટ ધરાવતાં પાંચ રાજ્યોમાં પણ ઉત્તર પ્રદેશ (૩.૨૩ કરોડ), બિહાર (૧.૫૯ કરોડ), મધ્ય પ્રદેશ (૧.૩૫ કરોડ), પヘમિ બંગાળ (૧.૦૨ કરોડ) અને મહારાષ્ટ્ર (૯૭.૯૪ લાખ)નો સમાવેશ થાય છે.
૫૯.૦૩ કરોડ PMJDY અકાઉન્ટમાંથી ૩૨.૮૯ કરોડ અકાઉન્ટ મહિલાઓનાં (ટ્રાન્સજેન્ડર સહિત) છે, જ્યારે ૨૬.૧૪ કરોડ અકાઉન્ટ પુરુષોનાં છે. ડેટા દર્શાવે છે કે ૫,૭૨,૩૫,૪૯૦ PMJDY અકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હતું, જ્યારે ૧૫,૩૬,૭૭,૦૦૯ ખાતાંઓને નિષ્ક્રિય (ઇનઑપરેટિવ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.
ઉત્તર પ્રદેશમાં PMJDY અકાઉન્ટની કુલ સંખ્યા સૌથી વધુ ૧૦.૫૧ કરોડ હતી, ત્યાર બાદ બિહારમાં ૭.૦૧ કરોડ અકાઉન્ટ છે. પヘમિ બંગાળમાં ૫.૭૩ કરોડ, રાજસ્થાનમાં ૩.૮૭ કરોડ અને મહારાષ્ટ્રમાં ૩.૮૫ કરોડ અકાઉન્ટ છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
