News of Thursday, 26th November 2026
૨૬ નવેમ્બર ૨૦૦૮નીએ કાળી રાત આજે પણ દેશવાસીઓ ભૂલી શકયા નથી
૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાની આજે ૧૮ મી વરસીઃ દેશની સુરક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ : ૧૦ આતંકવાદીઓ એ મુંબઈ ને લીધું હતું બાનમાં:૧૬૬ નિર્દોષ નાગરિકોનાં મોતઃ સુરક્ષાકર્મીઓના અદમ્ય સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર બનીઃ શહીદોને કોટિ કોટિ વંદન તેમનું બલિદાન કયારેય ભૂલાશે નહીં...

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતના ઇતિહાસ માં ૨૬ નવેમ્બર નો દિવસ બે અલગ-અલગ ઐતિહાસિક સ્મળતિઓ સાથે જોડાયેલો છે. એક તરફ આ દિવસ બંધારણ દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે બીજી તરફ ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ મુંબઈ માં થયેલા ભયાનક આતંકવાદી હુમલા ની યાદ પણ તાજી કરે છે. આજે આ હુમલા ને ૧૮ વર્ષ પૂર્ણ થાય છે, ૨૬ નવેમ્બર ૨૦૦૮ની સાંજથી શરૂ થયેલા આતંકવાદી હુમલા એ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. મુંબઈના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળો પર નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આ આતંકવાદી હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આ ભયાનક પરિસ્થિતિ માં મુંબઈ પોલીસ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), મરીન કમાન્ડો અને અન્ય સુરક્ષા દળોએ અદમ્ય હિંમત સાથે આતંકવાદીઓ નો સામનો કર્યો હતો. દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનારા વીર જવાનો નું બલિદાન આજે પણ સમગ્ર દેશને ગૌરવ અને ગમ બંનેની લાગણીથી ભરી દે છે.
૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તૈયબા ના ૧૦ આતંકવાદી ઓ દરિયાઈ માર્ગે મુંબઈ માં પ્રવેશ્યા હતા. તેઓ અલગ-અલગ જૂથોમાં વહેંચાઈ ને મુંબઈનાં અનેક સ્થળો એ અંધાધૂંધ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ હુમલા નું આયોજન મુંબઈ ના વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ વિસ્તારો ને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું, જેથી વધુમાં વધુ જાનહાનિ થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભય ફેલાય. આતંકવાદીઓનાં નિશાન પર હતાં મુંબઈનાં મહત્ત્વપૂર્ણ સ્થળો આતંકવાદીઓ એ મુંબઈનાં અનેક સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. તેમાં મુખ્યત્વે નીચેના સ્થળો નો સમાવેશ થાય છે.૧. છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન. ૨. તાજ મહેલ પેલેસ હોટેલ. ૩. ઓબેરોય- ટ્રાઇડેન્ટ હોટેલ. ૪. નરીમન હાઉસ (ચાબડ હાઉસ). ૫. લિયોપોલ્ડ કેફે. ૬. કામા હોસ્પિટલ અને તેની આસપાસનો વિસ્તાર. ૭. મેટ્રો સિનેમા નજીક નો વિસ્તાર.આ સ્થળો એ થયેલા હુમલાઓને કારણે મુંબઈ માં અફરાતફરી મચી ગઈ હતી, અનેક લોકો હોટેલો અને અન્ય ઇમારતોમાં ફસાઈ ગયા હતા. સમગ્ર દેશમાં ચિંતા નો માહોલ સર્જાયો હતો.
મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ના વડા હેમંત કરકરે આતંકવાદી ઓ સામે ની કાર્યવાહી દરમિયાન શહીદ થયા હતા. તેમણે અત્યંત જોખમી પરિસ્થિતિ માં પોલીસ દળ નું નેતળત્વ કર્યું હતું.
મુંબઈ પોલીસના અધિક અતિરિક્ત પોલીસ કમિશનર અશોક કામટે એ આતંકવાદીઓ સામે લડતાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.
મુંબઈ પોલીસના જાણીતા અધિકારી વિજય સાળસકર પણ આ હુમલા દરમિયાન શહીદ થયા હતા. તેમણે આતંકવાદી ઓ સામે ની કાર્યવાહી માં બહાદુરીપૂર્વક ભાગ લીધો હતો.
મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ઓંબળે એ આતંકવાદી અજમલ કસાબ ને જીવતો પકડવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કસાબ ને પકડવા માટે તેમણે પોતાના જીવ ની પરવા કર્યા વિના આતંકવાદી નો સામનો કર્યો હતો અને આ દરમિયાન શહીદ થયા હતા. આ તમામ બહાદુર પોલીસ અધિકારીઓ ને તેમના અદમ્ય સાહસ અને બલિદાન બદલ દેશે હંમેશાં યાદ રાખ્યા છે. તેમને મરણોત્તર અશોક ચક્ર સહિતના સન્માન થી નવાજવામાં આવ્યા હતા.
હુમલાની ગંભીરતા સમજાતાં ભારતીય સેના, નૌકાદળના મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ને કામગીરીમાં ઉતારવામાં આવ્યા હતા. એનએસજીના કમાન્ડો એ તાજ હોટેલ, ઓબેરોય-ટ્રાઇડેન્ટ અને નરીમન હાઉસ માં ફસાયેલા લોકો ને બચાવવા તથા આતંકવાદીઓ ને ખતમ કરવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન ને ‘ઓપરેશન બ્લેક ટોર્નેડો' તરીકે ઓળખવા માં આવ્યું હતું. આ કાર્યવાહી માં અનેક કમાન્ડોએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા.
એનએસજી ના બહાદુર અધિકારી મેજર સંદીપ ઉન્નીકળષ્ણન તાજ હોટેલમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેમણે પોતાની ટીમના સાથીઓને સુરક્ષિત રાખવા અને આતંકવાદીઓનો સામનો કરવા અદભુત સાહસ દર્શાવ્યું હતું. તેમના બલિદાનને યાદ કરીને દેશે તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા. ૨૯ નવેમ્બર ૨૦૦૮ ના રોજ તાજ હોટેલમાં અંતિમ કાર્યવાહી પૂર્ણ થતાં મુંબઈ માં ચાલી રહેલું આતંકવાદી અભિયાન સમાપ્ત થયું હતું.
આ આતંકવાદી હુમલામાં કુલ ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં. તેમાં ભારતીય નાગરિકો, વિદેશી નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોનો સમાવેશ થાય છે. સેંકડો લોકો ઘાયલ થયા હતા. નવ આતંકવાદી ઓ સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. ત્યાર બાદ કાયદાકીય પ્રક્રિયા અને સુનાવણીમાં તેને દોષિત ઠેરવીને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
૨૬/૧૧ ની ૧૮ મી વરસી નિમિત્તે મુંબઈ સહિત દેશભર માં શહીદો, હુમલા માં જીવ ગુમાવનારા નાગરિકો અને બચી ગયેલા લોકો નું સ્મરણ કરવામાં આવી રહ્યું છે. શહીદો ને કોટિ કોટિ વંદન તેમનું બલિદાન કયારેય ભૂલાશે નહીં.
૨૬ નવેમ્બર ૨૦૦૮ ની એ કાળી રાત ભારત ના ઇતિહાસ માં કયારેય ભૂંસાઈ શકે તેમ નથી, આતંકવાદીઓ એ નિર્દોષ નાગરિકોના જીવ લીધા, પરંતુ ભારતના બહાદુર સુરક્ષાકર્મી ઓ એ પોતાના પ્રાણ ની આહુતિ આપી ને દેશની રક્ષા અને નાગરિકોની સુરક્ષા માટે અદમ્ય હિંમત દર્શાવી હતી. હેમંત કરકરે, અશોક કામટે, વિજય સાળસકર, તુકારામ ઓંબળે, મેજર સંદીપ ઉન્નીકળષ્ણન સહિતના તમામ શહીદો ના બલિદાન દેશ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. શહીદો કયારેય મરતા નથી, તેઓ દેશ ની યાદો માં અને ઇતિહાસ નાં પાનાંઓમાં હંમેશાં જીવંત રહે છે , ૨૬/૧૧ના તમામ શહીદો અને નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. જય હિંદ!
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
