News of Friday, 10th July 2026
તમારા ઘરમાં દૂધ ભલે ઓસ્ટ્રેલિયાનું હોય ચા તો ભારતીય જ છે

મેલબર્ન,તા.૧૦: વડા પ્રધાન મોદીની બેદિવસીય ઑસ્ટ્રેલિયા મુલાકાત માત્ર વ્યૂહાત્મક અને આર્થિક કરારો પૂરતી સીમિત નથી રહી, તેમની અનોખી રાજદ્વારી શૈલી અને દિલ જીતી લેનારાં સંબોધનોને કારણે યાદગાર બની રહી છે. મેલબર્નમાં ભારતીય સમુદાય સાથેના ‘મેલબર્ન મીટ્સ મોદી' કાર્યક્રમમાં ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વિવિધ રસપ્રદ ઉદાહરણો આપીને બન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની વાત વર્ણવી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ વિદેશમાં રહેતા ભારતીયોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આપણે ભારતીયો દૂધમાં સાકર જેવા છીએ, જે જ્યાં પણ જાય છે ત્યાં મીઠાશ ઓગાળે છે.
તમારાં ઘરોમાં દૂધ ભલે ઑસ્ટ્રેલિયાનું હોય, પણ ચા તો ભારતીય જ છે.' ભારત-ઑસ્ટ્રેલિયાની ભાગીદારીને ‘એક વત્તા એક બરાબર બે' ગણાવી ત્યારે નરેન્દ્ર મોદીએ હિન્દી કહેવતનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો કે ‘આ જોડાણ એકની બાજુમાં એક ઊભા રહેવા જેવું છે, જે બે નહીં પરંતુ અગિયાર (૧૧) બરાબર થાય છે.' બન્ને દેશોના સંબંધોને રમતગમત સાથે જોડતાં નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં કહ્યું કે ‘આપણી બેઠકો ક્રિકેટ જેવી છે; આપણો એજન્ડા વન-ડે જેવો ફોકસ્ડ હોય છે, નિર્ણયો ટી૨૦ની જેમ ઝડપી લેવાય છે અને આપણી ભાગીદારી ટેસ્ટ-મેચની જેમ લાંબી અને ઊંડી છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
