<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

રાજ્‍યપાલ ભલે મને કાઢી મૂકે, હું રાજીનામું નહીં આપું

મમતા બેનર્જીનો આક્રમક મિજાજ

કોલકાતા તા.૭: પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. ૧૫ વર્ષ પછી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ છે. આ દરમિયાન મમતા બેનર્જીએ અલગ વિવાદ ઊભો કર્યો છે. તેમણે ચૂંટણીમાં હાર બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. બુધવારે તેમણે TMCના નવા ચૂંટાયેલા ધારાસભ્‍યો સાથેની બેઠકમાં કહ્યું કે, તેઓ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. તેમણે પાર્ટીની બેઠકમાં સ્‍પષ્ટપણે પોતાનો ઈરાદો જાહેર કરતા કહ્યું કે, તે ભલે મને કાઢી દે, હું રાજીનામું નહીં આપું. ઉલ્‍લેખનીય છે કે, TMCની પાર્ટી બેઠક કોલકાતાના કાલીઘાટ ખાતે યોજાઈ હતી. મમતાએ પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી સાથે મળીને ચૂંટણી હાર બાદ પાર્ટીનો આગળનો રસ્‍તો નક્કી કરવા માટે મીટિગને સંબોધિત કરી હતી.

નવા ચૂંટાયેલા ધારાસભ્‍યો અને પાર્ટી મીટિગના સંબોધનમાં મમતા બેનર્જીએ પોતાના પદ પર રહેવાનો ઈરાદો વ્‍યક્‍ત કર્યો. સાથે જ એક પ્રતીકાત્‍મક વિરોધની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે, રાજ્‍યપાલ તેમને બરતરફી કરે એની રાહ જોશે. સાથે જ મમતાએ પોતાની પાર્ટીના સભ્‍યો અને નવા ચૂંટાયેલા ધારાસભ્‍યોને ‘બ્‍લેક ડે' વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. તેમણે તેમને પヘમિ બંગાળ વિધાનસભાના પ્રથમ દિવસે કાળા કપડાં પહેરવા કહ્યું હતું.

‘બંગાળ INDI ગઠબંધનની ટીમ હવે એક થઈ ગઈ છે. હું રાજીનામું નહીં આપું. તેમને મને કાઢવા દો. હું ઈચ્‍છું છું કે આ એક કાળો દિવસ હોય. આપણે મજબૂત બનવું પડશે. વિધાનસભાના પ્રથમ દિવસે કાળા કપડાં પહેરો. જેમણે દગો કર્યો તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. હું હસી રહી છું. મેં તેમને નૈતિક રીતે હરાવ્‍યા છે. હું એક આઝાદ પક્ષી છું. મેં બધા માટે કામ કર્યું છે. અમે હારી ગયા હોઈશું, પરંતુ અમે લડીશું. હોમ મિનિસ્‍ટર અને પ્રાઇમ મિનિસ્‍ટર સીધી રીતે સામેલ છે.' તેમણે ચૂંટણી દરમિયાન મોટા પાયે ગેરરીતિ અને ડરાવવા-ધમકાવવાનો પણ આરોપ લગાવ્‍યો, એવો દાવો કરતા કે પાર્ટીના ઘણા પદાધિકારીઓને નિશાન બનાવવામાં આવ્‍યા હતા.

પાર્ટીએ આ બેઠકને લઈને બુધવારે એક નિવેદન જાહેર કર્યું છે. તેમના નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, ‘અમારા ચેરપર્સન મમતા બેનર્જી અને નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ કાલીઘાટમાં અમારા નેતાઓ સાથે એક મીટિગ કરી, જેમાં તેમને સ્‍પષ્ટતા, આત્‍મવિશ્વાસ, મક્કમ ઈરાદો અને સારી લડાઈ ચાલુ રાખવાનો નવો હેતુ આપ્‍યો. સત્તામાં હોઈએ કે ન હોઈએ, બંગાળના લોકોની સેવા કરવાનો અમારો સિદ્ધાંત પાકો છે. અમે તેમની સાથે ઊભા રહીશું અને ભાજપના અન્‍યાય અને અત્‍યાચારનો પૂરી તાકાતથી વિરોધ કરીશું.

(10:25 AM IST)