તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ખામીને કારણે GST ટ્રિબ્યૂનલમાં અપીલ ફાઈલ નહીં થઈ શકે તો પણ તક મળશે

મુંબઈ,તા.૩૦: જીએસટી ટ્રિબ્યૂનલમાં પોર્ટલની ખામીને કારણે અનેક અપીલકર્તાઓ હજુ પણ પોર્ટલ પર પોતાની અરજી અપલોડ કરી શક્યા નથી. આ માટે સમયમર્યાદા લંબાવવા માટેની માંગણી કરવામાં આવી છે, પરંતુ તે સ્વીકારમાં આવે કે કેમ તે અંગે હાલમાં અસમંજસની સ્થિતિ ઊભી થઇ છે. અપીલ કરતી વખતે જે પણ ખામીને કારણે સમયમર્યાદામાં અપીલ ફાઇલ થઇ શકી નહીં હોય તો તેના પુરાવા વેપારી દ્વારા રાખીને વિલંબ માફી માટેની અરજી કરવામાં આવે તો તેને ટ્રિબ્યૂનલમાં ગ્રાહ્ય રાખી શકાય છે.
જીએસટી પોર્ટલ પર અવારનવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાને કારણે વેપારીઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારી આ ટેકનિકલ ખામીઓના કારણે ૩૦ જૂન સુધીમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલ ફાઈલ ન કરી શકે તો તેમણે ગભરાવાની જરૂર નથી. જીએસટી કાયદા હેઠળ આવી પરિસ્થિતિઓમાં વિલંબને માફ કરવાની જોગવાઈ છે. આ માટે વેપારીઓએ પોર્ટલ પર જ્યારે એરર આવતી હોય ત્યારે તેના સ્ક્રીનશોટ્સ, સ્ક્રીન રેકોર્ડિગ્સ અને એરર મેસેજીસ સાચવી રાખવા. આ ઉપરાંત જીએસટી હેલ્પડેસ્ક પર કરવામાં આવેલી ફરિયાદ અથવા મોકલેલા ઈમેઈલની નકલ પણ પુરાવા તરીકે રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી સાબિત કરી શકાય કે સમયસર ફાઇલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીને લીધે તે શક્ય બન્યું ન હતું. આ તમામ પુરાવા રજૂ કરવામાં આવે તો ટ્રિબ્યૂનલમાં તેને સ્વીકાર કરવો પડશે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
