<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

યુરોપ પાસે માત્ર ૬ અઠવાડિયાનું જ જેટ ફયુઅલ બાકીઃ IEA

પેરિસ તા.૧૭: ઇન્‍ટરનેશનલ એનર્જી એજન્‍સી (IEA)ના વડા ફાતિહ બિરોલે ચેતવણી આપી હતી કે યુરોપ પાસે હવે જેટ ફયુઅલ (વિમાની ઈંધણ)નો પુરવઠો ‘‘કદાચ છ અઠવાડિયા કે તેથી થોડા વધુ સમય માટે'' જ બાકી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ઈરાન યુદ્ધને કારણે તેલનો પુરવઠો અવરોધિત રહેશે, તો ટૂંક સમયમાં ફલાઇટ્‍સ રદ થવાની શક્‍યતા છે. વર્તમાન પરિસ્‍થિતિને આપણે અત્‍યાર સુધી જેનો સામનો કર્યો છે તે સૌથી મોટું ઉર્જા સંકટ ગણાવ્‍યું હતું. બિરોલે સ્‍પષ્ટ કર્યું હતું કે જો પુરવઠો ફરી શરૂ નહીં થાય, તો તેની ગંભીર અસરો માત્ર યુરોપ પર જ નહીં પરંતુ વૈશ્વિક સ્‍તરે જોવા મળશે. આના કારણે ઇંધણના ભાવમાં જોરદાર ભડકો થશે.

(10:21 AM IST)