તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
યુરોપમાં ઘૂસણખોરી સામે EU આક્રમક: સેઉટા સરહદ કટોકટી પર ઉર્સુલા વોન ડેર લેયેનનો કડક સંદેશ, "બિનઅધિકૃત પ્રવેશ સહન નહીં કરાય!"
સ્પેનિશ શહેર સેઉટામાં 60,000 ગેરકાયદેસર સ્થળાંતરકારોના ધસારા બાદ યુરોપિયન યુનિયનમાં ખળભળાટ; 34 લોકોના મોત અને સ્પેનના સમર્થનમાં Frontex સેના મોકલવાની તૈયારી.

બ્રસેલ્સ : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને શુક્રવારે સ્પેનના ઉત્તર આફ્રિકન પ્રદેશ સેઉટા (Ceuta) ની સરહદે સર્જાયેલી સ્થળાંતર કટોકટી પર આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે સરહદ પરના દ્રશ્યોને સંપૂર્ણપણે "અસ્વીકાર્ય" ગણાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુરોપિયન યુનિયન (EU) પોતાના કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરીને થતા કોઈ પણ ગેરકાયદેસર પ્રવેશોને ચલાવી લેશે નહીં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતવાર પોસ્ટ શેર કરતા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે EU ની બાહ્ય સરહદોની સુરક્ષા જાળવવી એ પ્રાથમિકતા છે. તેમણે ખતરનાક રીતે થતા સરહદ ક્રોસિંગને તાત્કાલિક અસરથી બંધ કરવા, માનવ તસ્કરી અને દાણચોરી કરતા ગુનાહિત નેટવર્કને જડમૂળથી તોડી પાડવા તથા યુરોપમાં રહેવા માટે અયોગ્ય ઠરેલા નાગરિકોને તાત્કાલિક તેમના દેશોમાં પાછા મોકલવાની (Deportation) કડક સૂચના આપી છે. સ્પેનને મદદ કરવા માટે EU એ પોતાની સરહદ સુરક્ષા એજન્સી 'ફ્રન્ટેક્સ' (Frontex) નો વધારાનો સપોર્ટ ફાળવ્યો છે.
સેઉટા કટોકટીની ભયાનક સ્થિતિ:
· વિરાટ ધસારો: છેલ્લા 24 કલાકમાં જ મોરોક્કોથી લગભગ 60,000 લોકો સેઉટામાં ઘૂસી આવ્યા છે, જે શહેરની કુલ વસ્તીના અંદાજે 70% જેટલી સંખ્યા છે!
· 34 લોકોના કરુણ મોત: દરિયાઈ માર્ગે તરીને અને સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસમાં ઓછામાં ઓછા 34 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
· દેશની અખંડિતતા પર હુમલો: સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે સ્થળ પર પહોંચીને આ ઘટનાને "સ્પેનની પ્રાદેશિક અખંડિતતા પર હુમલો" ગણાવ્યો છે.
નોંધનીય છે કે આફ્રિકાના ઉત્તર કિનારે મોરોક્કોની સરહદને અડીને આવેલું સેઉટા શહેર EU ની સૌથી સંવેદનશીલ બાહ્ય સરહદ ગણાય છે. મોરોક્કન સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડ્યા હોવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. સેઉટાના પ્રમુખ જુઆન જેસુસ વિવાસે પરિસ્થિતિને "સંપૂર્ણપણે બિનટકાઉ" ગણાવીને યુરોપિયન દેશો પાસે ત્વરિત કાનૂની અને લશ્કરી સહાયની વિનંતી કરી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
