<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઈથેનોલવાળું પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત રૂપિયા ૧.૯૦ લાખ કરોડની બચત

ઇથેનોલના ફાયદાના સરકારે આંકડા જાહેર કર્યા, નિષ્‍ણાતોએ પણ વખાણ કર્યા : ભારતે ૩૧૦ લાખ મેટ્રિક ટન વિદેશી ક્રૂડ ઓઈલની જગ્‍યાએ સ્‍વદેશી ઈથેનોલનો ઉપયોગ કર્યો, પ્રદૂષણ ઘટયું

નવી દિલ્‍હી,તા.૦૬: ઈથેનોલવાળા પેટ્રોલથી કોઈ જ નુકસાન નથી અને ઉલટા ફાયદો થઈ રહ્યો હોવાના દાવા સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્‍યા છે.

ઈથેનોલવાળા પેટ્રોલને કારણે પ્રદૂષણ ઘટી રહ્યું છે સાથે જ વિદેશી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા પણ ઘટી છે. વિવાદો વચ્‍ચે કેટલાક નિષ્‍ણાતોનો દાવો છે કે ઈ-૨૦ પેટ્રોલ પુરી રીતે સુરક્ષિત છે.

સરકારી આંકડામાં દાવો કરાયો છે કે વર્ષ ૨૦૧૪-૧૫થી મે ૨૦૨૬ સુધીમાં એટલે કે આશરે ૧૦ વર્ષથી વધુ સમયમાં દેશને લગભગ ૧.૯૦ લાખ કરોડ રૂપિયાથી વધુની વિદેશી હુંડિયામણની બચત થઇ છે. આ સમયગાળા દરમિયાન

ભારતે ૩૧૦ લાખ મેટ્રિક ટન વિદેશી ક્રૂડ ઓઇલના સ્‍થાને સ્‍વદેશી ઈથેનોલનો ઉપયોગ કર્યો છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો લગભગ ૮૮ ટકા હિસ્‍સો વિદેશથી આયાત કરે છે.

એવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં થતી વધઘટ અને મુશ્‍કેલીઓથી બચવા માટે ઇથેનોલ બ્‍લેડિગ સરકારની સૌથી મોટી પ્રાથમિકતાઓમાં એક બની ગઈ છે. સરકારનો દાવો છે કે ઇથેનોલ બનાવવા માટે શેરડી, મકાઇ અને ચોખાનો ઉપયોગથાયછે તેથી આને પ્રદૂષણ વધારતુ નથી.

બીજી તરફ ઇન્‍ડિયન ઓઇલ ડીલર્સ ફોરમ (પヘમિ બંગાળ)ના સચિવ કુશલ બજોરિયા, હોંડા મોટરસાઈકલ એન્‍ડ સ્‍કૂટર ઇન્‍ડિયાના પૂર્વ વિસ્‍તારના ગ્રાહક સેવાના જનરલ મેનેજર સમીર રોહતગી વગેરેએ કોલકાતામાં એક પ્રેસ કોન્‍ફરંસ કરીને સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો સાથે જ દાવો કર્યો હતો કે ઈથેનોલવાળું પેટ્રોલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સમીર રોહતગીએ કહ્યું હતું કે ઈથેનોલવાળુ પેટ્રોલ વાહનના એન્‍જિનને નુકસાન નથી કરતું પણ તેનાથી ફાયદો થાય છે, ઇંધણ વધુ સ્‍વચ્‍છ બને છે તો એન્‍જિન પણ સારુ રહે છે.

(10:01 AM IST)