તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
મોબાઈલમાં નેટવર્ક ન આવતા એન્જિનિયરને ટાવર સાથે બાંધી દીધો
ગામવાળાએ તો ગજબ કર્યોઃ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

ફતેહપુર,તા.૧૨: ઉત્તર પ્રદેશમાં ફતેહપુરના બિદકી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં 5G મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટની સમસ્યાથી કંટાળીને ગામના લોકોએ ખાનગી કંપનીના એન્જિનિયરને જ ટાવર સાથે દોરડાથી બાંધી દીધો. ગામલોકોનું કહેવું હતું કે ટાવર લગાવ્યા બાદ પણ ગામમાં નેટવર્કની સમસ્યા દૂર નથી થઈ. તેમણે એન્જાિનિયરને કંપનીના મોટા અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવાની માગ કરી. આ દરમ્યાન કોઈએ આ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના બિદકી કોતવાલી વિસ્તારના હરદૌલી ગામનો છે. ગામમાં એક ખાનગી મોબાઈલ કંપનીનો ટાવર લગાવેલો છે. પણ તેમ છતાં ગામના લોકોને સારી રીતે નેટવર્ક નથી મળતું. ઈન્ટરનેટ ચાલવામાં તકલીફ થાય છે. ગામના લોકો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે.
ગુરુવાર સાંજે લગભગ પાંચ વાગ્યે કંપનીનો એન્જાિનિયર ગામમાં આવ્યો હતો. તેની જાણકારી મળતા જ ગામના લોકો એકઠા થઈ ગયા. તેમણે એન્જિનિયરને ઘેરી લીધો અને ગામમાં નેટવર્કની સમસ્યાને લઈ ફરિયાદ કરવા લાગ્યા. ગ્રામિણોએ એન્જાિનિયરને નેટવર્કની સમસ્યા ફટાફટ દૂર કરવાની માગ કરી. કહેવાય છે કે, એન્જાિનિયરે ગામના લોકોને કહ્યું કે, આ સમસ્યા તેના સ્તરે ઠીક થઈ શકે તેમ નથી. આ વાતને લઈ અમુક યુવકો નારાજ થઈ ગયા. આરોપ છે કે, તેમણે એન્જાિનિયરને ટાવર સાથે દોરડા વડે બાંધી દીધો.
ત્યાર બાદ ગામલોકોએ કંપનીના અધિકારીઓને વીડિયો મોકલ્યો અને કહ્યું કે, તેને જોઈને અધિકારીઓ ઘટનાસ્થળે આવશે. થોડી વાર બાદ એન્જાિનિયરને છોડી દીધો. આ દરમ્યાન કોઈએ ઘટનાનો વીડિયો બનાવી લીધો. જે બાદ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસને આ મામલાની જાણકારી થઈ તો પોલીસ પણ ગામમાં પહોંચી ગઈ.
જો પોલીસ પહોંચે તે પહેલા જ ગામના લોકોએ એન્જિનિયરને છોડી દીધો. પોલીસે એન્જિનિયરને ફરિયાદ આપવા કહ્યું પણ તેણે કાર્યવાહી કરવાની ના પાડી. એન્જિનિયરે કહ્યું કે, ગામના લોકો નેટવર્કની સમસ્યાથી પરેશાન છે અને તે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા નથી માગતા.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
