તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
PFમાંથી કર્મચારીઓ હવે ૭૫ ટકાથી વધુનો ઉપાડ નહીં કરી શકે
પરિવારના સભ્યની ગંભીર બીમારીના કિસ્સામાં જ ૭૫ ટકા પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની છૂટ મળશે

નવી દિલ્હી,તા.૦૩: કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને કર્મચારીઓની સામાજિક સુરક્ષાને સંગીન બનાવવા પર ફોકસ કરતી નવી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ૨૦૨ બહાર પાડી છે. પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાંનો ઉપાડ માત્ર ત્રણ કેટેગરીમાં નિર્ધારિત કરેલા સંજોગોમાં જ કરી શકાશે.
એક, ગંભીર ભીમારી, શિક્ષણ કે લગ્નના ખર્ચ માટે નાણાંનો ઉપાડ કરી શકાશે. બીજું, આવાસની ખરીદી કરવા માટે પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરી શકાશે. જોકે પ્રોવિડન્ટ ફંડના ૧૦૦ ટકાના ઉપાડની મનાઈ ફરમાવી દઈને ૨૫ ટકા બેલેન્સ રાખવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.હા, કર્મચારી એક વર્ષ સુધી બેરોજગાર રહે તો તેવા સંજોગોમાં તેને ૧૦૦ ટકા રકમનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે પ્રોવિડન્ટ ફંડની રકમ પર ચૂકવવામાં આવતા વ્યાજના દરને ૮.૨૫ ટકા પર ફિક્સ રાખવામાં આવ્યો છે. પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી જીવન દરમિયાન પાંચ વાર આંશિક ઉપાડ કરવાની છૂટ આપવામાં આવશે.
પ્રોવિડન્ટ ફંડના સભ્યએ પોતાના તરફથી જમા કરાવેલી રકમના ૧૦૦ ટકાનો ઉપાડ કરી શકાશે. પરંતુ માલિક તરફથી જમા કરાવવામાં આવેલી અને તેના પર મળેલા વ્યાજની ૧૦૦ ટકા રકમનો ઉપાડ કરી શકાશે નહિ. હોમ લોનની ચૂકવણી માટે પણ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ ફલેટના રિનોવેશન માટે પણ નાણાંનો ઉપાડ કરવાની નવી યોજનામાં છૂટ આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના સભ્ય બન્યાના ૧૨ મહિના બાદ જ ઉપાડ શક્ય બનશે. ૧૯૫૨ની પ્રોવિડન્ટ ફંડની સ્કીમ રદ કરી દીધી છે. તેની સાથે જ સમગ્ર યોજનાના ગવર્નન્સ, કોમ્પ્લાયન્સ તથા ડિજિટલ' પ્રોસેસ પર ફોકસ કરતી જોગવાઈ દાખલ કરી છે. નવી યોજનાને તત્કાળ લાગુ કરી દેવામાં આવી છે. ૧૯૫૨ની પ્રોવિડન્ટ ફંડની સ્કીમના કામદારો કે કર્મચારીઓ નવી સ્કીમમાં પણ પ્રોવિડન્ટ ફંડના સભ્ય તરીકે ચાલુ રહેશે. તેમ જ કંપનીના દરેક કર્મચારીને આ યોજના અમલમાં આવ્યા તારીખથી તેના સભ્ય બનાવવાના રહેશે. નોકરીમાં જોડાવાની તારીખથી તેમને પ્રોવિડન્ટ ફંડની સ્કીમના સભ્ય બનાવવાના રહેશે. આ વ્યવસ્થા કામદારીની ઇચ્છાને આધીન જ રાખવામાં આવી છે. નવી જાહેરા એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ૨૦૨૬ હેઠળ કરવામાં આવી છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
