<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

પાંચ દિવસીટ બેંકિંગ કામકાજની માંગ સાથે કર્મચારીઓ આરપારના મૂડમાં: સપ્ટેમ્બરમાં ચાર દિવસ હડતાળ, ઓક્ટોબરથી અનિશ્ચિત લડતની ચીમકી

તા. ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળ, તા. ૨૮થી ૩૦ ફરી તાળાબંધી: ગ્રાહકોના કામકાજને મોટો ફટકો પડવાની શક્યતા: માંગ નહીં સંતોષાય તો તા. ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળ: પાંચ દિવસના કાર્યસપ્તાહ અને પ્રોત્સાહન યોજનાનો વિવાદ વકર્યો

નવી દિલ્હી : બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠનોના સંયુક્ત મંચે કેન્દ્ર સરકાર તથા બેંક વ્યવસ્થાપન સામે આંદોલન વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. મંચે તા. ૧૧ સપ્ટેમ્બરે એક દિવસની દેશવ્યાપી હડતાળ બોલાવી છે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે સતત ત્રણ દિવસ કામ બંધ રાખવામાં આવશે. ત્યારબાદ પણ ઉકેલ નહીં આવે તો તા. ૨૬ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.

સંગઠનોની મુખ્ય માંગ તમામ શનિવારે બેંકો બંધ રાખીને પાંચ દિવસનું કાર્યસપ્તાહ લાગુ કરવાની છે. વર્ષ ૨૦૧૫થી બીજા અને ચોથા શનિવારે રજા અમલમાં આવ્યા બાદ પાંચ દિવસની બેંકિંગ અંગે વારંવાર ચર્ચા થઈ હોવા છતાં અંતિમ અમલ થયો નથી. ઉપરાંત કામગીરી આધારિત પ્રોત્સાહન યોજનામાં ફેરફાર કરવાની પણ માગ છે.

તા. ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે શનિવાર-રવિવાર બાદ તા. ૨૮થી ૩૦ હડતાળ થાય તો કેટલીક શાખાઓમાં સતત પાંચ દિવસ કામગીરીને અસર થઈ શકે છે. જોકે ઓનલાઇન વ્યવહારો તથા સ્વચાલિત સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.

 

(9:40 PM IST)