<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

બિહારમાં ‘સમ્રાટ સેના' તૈયારઃ કુલ ૩૨ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

બીજેપીના ૧૫, જેડીયુના ૧૩ અને સહયોગી પક્ષના મંત્રીઓ સામેલ ભવ્‍ય શપથ સમારોહમાં પીએમ મોદી સહિતના નેતાઓ હાજર

પટણા, તા.૭: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્‍યો છે, જ્‍યારે પટનાનું ગાંધી મેદાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય નેતળત્‍વની હાજરીમાં જયઘોષથી ગુંજી ઉઠ્‍યું હતું. મુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરીએ પોતાના મંત્રીમંડળનું ભવ્‍ય વિસ્‍તરણ કર્યું છે, જેમાં સૌથી વધુ ચર્ચિત ચહેરો પૂર્વ મુખ્‍યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા છે. અત્‍યાર સુધી રાજકારણથી દૂર રહેલા નિશાંતે જેડીયુ ક્‍વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈને સૌને ચોંકાવી દીધા છે. શપથ લેતા પહેલા તેમણે જાહેરમાં પિતા નીતીશ કુમારના ચરણ સ્‍પર્શ કરી આશીર્વાદ લીધા, જે ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ નવા મંત્રીમંડળમાં સત્તાનું સંતુલન જાળવવા માટે ભાજપ અને જેડીયુ વચ્‍ચે ૫૦-૫૦ ફોર્મ્‍યુલા અપનાવવામાં આવી છે. કુલ ૩૨ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા, જેમાં ભાજપના ૧૬ અને જેડીયુના ૧૬ મંત્રીઓનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી વિજય કુમાર સિંહા અને રામ કળપાલ યાદવ જેવા અનુભવી નેતાઓને સ્‍થાન મળ્‍યું છે, તો જેડીયુએ નિશાંત કુમાર અને શ્વેતા ગુપ્તા જેવા નવા ચહેરાઓ પર દાવ રમીને ભવિષ્‍યની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન મોદીની હાજરી એ સ્‍પષ્ટ સંકેત આપે છે કે દિલ્‍હી દરબાર બિહારમાં આ નવા સમીકરણોને પૂર્ણ સમર્થન આપી રહ્યો છે.

રાજકીય વિશ્‍લેષકો આ ઘટનાક્રમને બિહારમાં વારસાગત રાજકારણના નવા અધ્‍યાય તરીકે જોઈ રહ્યા છે. એક તરફ સમ્રાટ ચૌધરીના નેતળત્‍વમાં ભાજપ પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે, તો બીજી તરફ નીતીશ કુમારે પોતાના પુત્રને મેદાનમાં ઉતારીને પોતાની રાજકીય વિરાસતને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. HAM અને LJP(R) ને પણ યોગ્‍ય પ્રતિનિધિત્‍વ આપીને ગઠબંધનને મજબૂત બનાવવામાં આવ્‍યું છે. હવે જોવાનું એ રહેશે કે સમ્રાટની આ નવી સેના અને નિશાંતનો આ નવો અંદાજ બિહારના વિકાસ અને આગામી ચૂંટણીઓમાં કેવો જાદુ ચલાવે છે.

(3:46 PM IST)