તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ઈલોન મસ્કે પાર્ટનર શિવોન ઝિલિસ સાથે કર્યું બ્રેકઅપઃ તેમનાં ૪ સંતાનો છે
વિશ્વના સૌથી ધનાઢય માણસ ઈલોન મસ્કે તેની પાર્ટનર અને ભારતીય મૂળ ધરાવતી શિવોન ઝિલિસ સાથે બ્રેકઅપ કરી લીધું: મસ્કને કુલ ૧૪ બાળકો છે

ન્યુયોર્ક,તા.૫: વિશ્વના સૌથી ધનાઢ્ય માણસ ઈલોન મસ્કે તેની પાર્ટનર અને ભારતીય મૂળ ધરાવતી શિવોન ઝિલિસ સાથે બ્રેકઅપ કરી લીધું છે. તેમને ૪ સંતાનો છે. શિવોન મસ્કની એક કંપની ન્યુરાલિન્કમાં કાર્યરત છે. શિવોનની માતા શારદા ભારતીય છે અને પિતા રિચર્ડ કેનેડાના છે. શિવોનનો જન્મ કેનેડામાં થયો હતો.
આ સંદર્ભમાં શિવોને ઈલોન મસ્કની માલિકીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે તેના અને ઈલોન મસ્ક વચ્ચેના રોમેન્ટિક સંબંધો પૂરા થયા છે અને તેઓ અલગ થઈ ગયાં છે. મસ્ક સાથે ૪ બાળકો ધરાવતી શિવોને લખ્યું હતું કે હું તેમને મારા જીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હતી.
શિવોને ૨૪ સપ્ટેમ્બરે બન્ને વચ્ચે થયેલા ‘લવ યુ' મેસેજનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે ‘અત્યારે હું દુઃખની લાગણી અનુભવી રહી છું. મને હજી પણ મસ્કની ખૂબ કાળજી છે. હું ઇચ્છું છું કે તે અને તેનો પરિવાર હંમેશાં ખુશ રહે. મને આશા છે કે અમે સારાં મિત્રો રહી શકીએ અને સાથે મળીને અમારાં બાળકોને ઉછેરી શકીએ.'
શિવોને જણાવ્યું હતું કે ‘આ બ્રેકઅપ કોઈ પણ પૂર્વચેતવણી કે સંકેત વિના થયું છે. હજી થોડા સમય પહેલાં સુધી અમારી વચ્ચેના સંબંધો સામાન્ય હતા.'
શિવોન અને ઈલોન મસ્કને ૪ બાળકો છે. મસ્કને કુલ ૧૪ બાળકો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
