<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

કેજરીવાલના આક્ષેપો અને વિવાદ વચ્ચે ચૂંટણી પંચની સત્તાવાર સ્પષ્ટતા: 'પંચમાં અલગ-અલગ મંતવ્યો હોવા સામાન્ય બાબત, તમામ નિર્ણયો સર્વાનુમતે જ લેવાયા છે'

અહેવાલ અને વિપક્ષી હુમલા બાદ ઈલેક્શન કમિશને ૮ મુદ્દાની પ્રેસ નોટ જારી કરી આપ્યો સણસણતો જવાબ; SIR અને નિર્ણય પ્રક્રિયા અંગેની તમામ આશંકાઓ ફગાવી.

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને દેશના ચૂંટણી પંચ (EC) ની કાર્યપ્રણાલી પર વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા તીખા પ્રહારો અને સ્પેSpecial Intensive Revision (SIR) અંગે ઉપસ્થિત થયેલા વિવાદો વચ્ચે આખરે ચૂંટણી પંચે મૌન તોડ્યું છે. અખબારી અહેવાલોમાં કમિશનરોના આંતરિક મતભેદોના દાવા સામે ચૂંટણી પંચે આજે એક વિસ્તૃત ૮ મુદ્દાની સ્પષ્ટતા (8-Point Clarification) જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.


'અસંમતિ અને ભિન્ન અભિપ્રાય એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ'
ચૂંટણી પંચે પોતાની પ્રેસ નોટમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે કોઈ પણ મોટી બંધારણીય સંસ્થામાં કોઈ વિષય પર ચૂંટણી કમિશનરોના અલગ-અલગ મંતવ્યો કે અસંમતિ હોવી એ એક અત્યંત સામાન્ય અને સ્વસ્થ નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે.

કમિશને વિરોધ પક્ષોના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચમાં કોઈ પણ એક વ્યક્તિ મનસ્વી રીતે નિર્ણય લેતી નથી. છેલ્લા એક વર્ષમાં SIR અને અન્ય ચૂંટણી સુધારાઓ સહિતના તમામ નિર્ણયો સમગ્ર પંચ (Commission as a whole) દ્વારા ચર્ચા-વિચારણા કર્યા બાદ સર્વાનુમતે જ લેવામાં આવ્યા છે."


SIR પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર અને પારદર્શક
અંગ્રેજી દૈનિક 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અને આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા SIR પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવવાના આક્ષેપો પર પંચે આઠ તબક્કાવાર મુદ્દાઓમાં પોતાની સમગ્ર કાર્યપદ્ધતિ રજૂ કરી હતી. પંચે ખાતરી આપી હતી કે મતદાર યાદીઓની શુદ્ધિ અને પુનરાવર્તન માટે હાથ ધરવામાં આવેલું SIR કાયદાકીય માળખા અને સર્વસંમતિથી નક્કી થયેલા નીતિ-નિયમો મુજબ જ ચલાવવામાં આવ્યું છે.

આગામી સમયમાં ચૂંટણી પંચના આ આઠ મુદ્દાની સ્પષ્ટતા બાદ રાજકીય ગરમાવો શાંત થાય છે કે વિપક્ષ આ મુદ્દાને કોર્ટ સુધી લઈ જાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

(6:13 PM IST)