તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ચૂંટણી પંચ અને SIRની NCERTના નવા પાઠયપુસ્તકમાં પ્રશંસા
ચૂંટણી પંચ SIR પ્રક્રિયા શા માટે ચલાવી રહ્યું છે અને તે શા માટે જરૂરી છે....શાળાના બાળકો આ પ્રકરણ વાંચશે

નવી દિલ્હી,તા.૨૬: SIR અથવા ખાસ સઘન પુનરાવર્તન વિશે વિપક્ષની ચિતાઓ વચ્ચે NCERT એ તેના પાઠ્યપુસ્તકોમાં આ વિષયનો સમાવેશ કર્યો છે. NCERTએ તેના નવા ધોરણ ૯ સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકમાં ચૂંટણી પંચ અને લ્ત્ય્ નો સમાવેશ કર્યો છે. નવી પાઠ્યપુસ્તક ભારતની ચૂંટણી પ્રક્રિયાને અનન્ય તરીકે વર્ણવે છે. વધુમાં તે ચૂંટણી પંચ કેવી રીતે નિષ્પક્ષ રીતે કાર્ય કરે છે અને રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓમાં તેની ભૂમિકા પણ સમજાવે છે.
આ NCERT પુસ્તક જણાવે છે કે ચૂંટણી પંચ દેશમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી બને તે સુનિヘતિ કરવા માટે કાર્ય કરે છે. વધુમાં, NCERT મતદાર યાદીઓ તૈયાર કરવા, ચૂંટણીઓ યોજવા અને લોકશાહીમાં જાહેર ભાગીદારી સુનિヘતિ કરવામાં ચૂંટણી પંચની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. પુસ્તકમાં મતદાર યાદી સુધારણા (SIR) પર એક અલગ વિભાગ પણ શામેલ છે, જે સમજાવે છે કે તેનો ઉપયોગ શા માટે થાય છે અને તે કેટલું મહત્વપૂર્ણ છે.
SIR ને સમર્થન આપતા, પુસ્તક જણાવે છે કે તેનો ઉપયોગ મતદાર યાદીઓમાં ભૂલોને અપડેટ કરવા, ચકાસવા અને સુધારવા માટે થાય છે. એકંદરે, તેને ચૂંટણી પ્રક્રિયા માટે આવશ્યક તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે EVM, VVPAT, આદર્શ આચાર સંહિતા અને મતદાર જાગૃતિ અભિયાનો વિશે પણ માહિતી પ્રદાન કરે છે. પુસ્તકમાં જણાવાયું છે કે SIR ખાતરી કરે છે કે કોઈ પણ લાયક મતદાર બાકાત ન રહે અને કોઈ પણ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં શામેલ ન થાય.
રાજકારણમાં ગઠબંધનના મહત્વ અને કાર્યપદ્ધતિ સમજાવવા માટે એક અલગ પ્રવૃત્તિ પ્રકરણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ગઠબંધનની રાજનીતિ સમજવા માટે કહેવામાં આવે છે. આ કરવા માટે, તેમને ૧૯૭૭, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પછી સરકાર બનાવનારા ગઠબંધનોને ઓળખવાનું કામ સોંપવામાં આવ્યું છે.
ચૂંટણી પંચ અને SIR ને સમર્થન આપતું આ ફઘ્ચ્ય્વ્ પ્રકરણ એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર વિપક્ષ બંને પર હુમલો કરી રહ્યું છે. વિપક્ષી પક્ષોએ ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ન્યાયીતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હવે, NCERT પાઠ્યપુસ્તકમાં આ નવો પ્રકરણ રાજકીય વિવાદ પણ ઉભો કરી શકે છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
