News of Thursday, 25th June 2026
વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપની અસર બ્રાઝિલ અને કોલંબિયા સુધી જોવા મળી
પડોશી દેશોમાં પણ ગભરાટ ફેલાયો

નવી દિલ્હી, તા.૨૫: દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાં કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો છે કે જેના આંચકા હજારો કિલોમીટર દૂર આવેલા બ્રાઝિલ અને કોલંબિયા સુધી અનુભવાયા છે. ૨૪ જૂન ૨૦૨૬ ના રોજ સાંજે અચાનક માત્ર ૩૯ સેકન્ડના ગાળામાં એક પછી એક એમ ૭.૨ અને ૭.૫ ની પ્રચંડ તીવ્રતાના બે ‘જોડિયા ભૂકંપ' ત્રાટકયા હતા. આ આંચકા એટલા ગંભીર હતા કે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આવેલી ૨૨ માળની ગગનચુંબી ઇમારતો જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. રસ્તાઓ પર કાટમાળનો ખડકલો થઈ ગયો છે અને ચારેય તરફ ધૂળના વાદળો ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર કોઈ હોરર ફિલ્મ જેવા દ્રશ્યોમાં ફેરવાઈ ગયો હતો.
આ આફતની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ભૂકંપનું કેન્દ્ર વેનેઝુએલામાં હોવા છતાં તેનો વ્યાપ એટલો મોટો હતો કે સરહદ પાર કરીને બ્રાઝિલના મનાઉસ, બેલેમ અને કોલંબિયાના ઉત્તરપ્રપૂર્વીય વિસ્તારો સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી. પડોશી દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને પોતાના ઘરો અને બહુમાળી ઓફિસોમાંથી બહાર ખુલ્લા રસ્તા પર દોડી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ભૂસ્તરશાષાીઓના મતે, આ પ્રકારના બેક-ટુ-બેક મોટા ભૂકંપ સદીમાં બહુ ઓછી વાર જોવા મળે છે અને તેની ઉર્જા એટલી પ્રચંડ હોય છે કે તે આખા ખંડની ટેક્ટોનિક પ્લેટોને હચમચાવી મૂકે છે
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
