તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
UKSSSC ભરતી કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી: ઉત્તરાખંડના પૂર્વ CM ના PA ના ઘરે દરોડા
રૂપિયા ૩૨ લાખ રોકડા, ૨૦૦ ગ્રામ સોનું અને કરોડોની કિંમતી ઘડિયાળો જપ્ત: જીના અને પરિવારોના બેંક ખાતા ફ્રીઝ

ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UKSSSC) દ્વારા ૨૦૧૬માં લેવાયેલી ગ્રામ પંચાયત વિકાસ અધિકારી પરીક્ષા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની દેહરાદૂન સબ-ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરી છે. ED એ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દેહરાદૂનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ સિંહ રાવતના પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૭ સુધી તેમના OSD રહી ચૂકેલા ચંદન સિંહ જીનાના ઘરેથી કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે.
ED ની તપાસમાં ખુલાસો થયો છે કે VPDO પરીક્ષામાં OMR શીટ્સ સાથે ચેડાં કરીને પરિણામો પ્રભાવિત કરવા માટે ઉમેદવારો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવી હતી. સુરક્ષિત સ્થળેથી OMR શીટ્સ તત્કાલીન સચિવના ખાનગી નિવાસસ્થાને લઈ જવામાં આવતી હતી. ત્યાં ઓછા જવાબ ભરેલી OMR શીટ્સમાં ખાનગી કમ્પ્યુટર એજન્સીના કર્મચારીઓ મારફતે નાણાં લઈને સાચા જવાબો ભરાવવામાં આવતા હતા.
ચંદન સિંહ જીનાના નિવાસસ્થાનેથી ₹૩૨ લાખની બિનહિસાબી રોકડ અને ૨૦૦.૫ ગ્રામ સોનું (૧૩ સોનાના સિક્કા અને ૭ સોનાની ચેન) જપ્ત કરવામાં આવ્યું છે.રોલેક્સ, રાડો, પિગેટ, મોવાડો, ટિસોટ અને કેસિઓ એડિફિસ જેવી ઉચ્ચ કક્ષાની ૧૨ બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની પ્રાથમિક કિંમત ₹૧.૨૮ કરોડ આંકવામાં આવી છે, જ્યારે કેટલીક ઘડિયાળોનું અલગથી આકારણી ચાલી રહ્યું હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે. PMLA ની કલમ ૧૭(૧A) હેઠળ જીના અને તેમના પરિવારોના બેંક ખાતાઓમાં રહેલા ₹૫૨.૧૬ લાખ ફ્રીઝ કરી દેવાયા છે અને તેમનો મોબાઈલ ફોન પણ કબ્જે લેવાયો છે.
ED ના જણાવ્યા અનુસાર, જીના દ્વારા કરવામાં આવેલો મોટો રોકડ ખર્ચ તેમના આવકના જાણીતા સ્ત્રોતો સાથે મેળ ખાતો નથી, જેના આધારે મની લોન્ડરિંગના દ્રષ્ટિકોણથી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
