<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 'પરિમેચ' કેસમાં ઇડીની મોટી કાર્યવાહી : દેશભરમાં 17 સ્થળોએ સર્ચ ઓપરેશન :રૂપિયા 3.8 કરોડ ફ્રીઝ કરાયા

રૂપિયા 3,000 કરોડથી વધુની છેતરપિંડી આચરી ગેરકાયદેસર રીતે કમાણી: પ્લેટફોર્મ સાથે જોડાયેલા અલગ-અલગ બેંક ખાતામાંથી 3.8 કરોડ ફ્રીઝ :રૂપિયા 1.2 કરોડ રોકડા સહિત 1.56 કરોડની જંગમ સંપત્તિ જપ્ત

સાયપ્રસ સ્થિત ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 'પરિમેચ' (Parimatch) વિરૂદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશભરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરના દરોડામાં ઇડીએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાન સહિત 17 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવીને કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત અને ફ્રીઝ કરી છે

  • ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 112 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે.
  •  પ્લેટફોર્મ સાથે જોડાયેલા અલગ-અલગ બેંક ખાતામાંથી રૂપિયા 3.8 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને રૂપિયા 1.2 કરોડ રોકડા સહિત 1.56 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરાઈ છે.
  •  નાણાંની હેરફેર કરવા માટે વપરાતા 1,200થી વધુ મ્યુલ (Mule) ક્રેડિટ કાર્ડ અગાઉ એક જ જગ્યાએથી ઝડપાયા હતા.
  • રૂપિયા 3,000 કરોડથી વધુની છેતરપિંડી આચરી ગેરકાયદેસર રીતે કમાણી કરતું હતું 
  •  
  • સામાન્ય લોકો અને નકલી ઈ-કોમર્સ કંપનીઓના નામે બેંક ખાતા ખોલાવીને યુઝર્સના પૈસા તેમાં જમા કરાવાતા હતા.
  •  યુપીઆઈ (UPI) અને એટીએમ (ATM) દ્વારા ઉપાડેલા પૈસાને હવાલા નેટવર્ક અને ક્રિપ્ટો વોલેટ (USDT) મારફતે વિદેશ મોકલી દેવાતા હતા.
  •  ભારતમાં પ્રતિબંધથી બચવા માટે 'પરિમેચ ન્યૂઝ' અને 'પરિમેચ સ્પોર્ટ્સ' ના નામે સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા આ એપની આક્રમક જાહેરાતો કરવામાં આવતી હતી.
  •  રિઝર્વ બેંક (RBI) દ્વારા જે પેમેન્ટ કંપનીઓના લાયસન્સ રદ કરાયા હતા, તેઓ પણ આ બેટિંગ પ્લેટફોર્મને બેક-એન્ડ ટેકનોલોજી સપોર્ટ આપતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 
  • મુંબઈ સાયબર પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર (FIR) ના આધારે ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ તપાસ તેજ બનાવી છે

(9:50 PM IST)