<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

રાજ્‍યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્‍થાને આવેલા AAPના સંસદસભ્‍ય અશોક મિત્તલના ઘરે EDના દરોડા

 

નવી દિલ્‍હી,તા.૧૬: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટરેટ (ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્‍યસભાના સભ્‍ય અશોક મિત્તલના ઘરે ગઈ કાલે દરોડા પાડ્‍યા હતા. તેમને તાજેતરમાં રાઘવ ચઢ્ઢાના સ્‍થાને રાજ્‍યસભાના ડેપ્‍યુટી લીડર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં EDએ અશોક મિત્તલના સંબંધિત નવ સ્‍થળોએ ગઈ કાલે દરોડા પાડ્‍યા હતા. દિલ્‍હીથી EDની ટીમો ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્‍યે તેમના જાલંધર સ્‍થિત ઘર, તેમની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) અને ગુરુગ્રામ સહિત અન્‍ય સ્‍થળોએ પહોંચી હતી. EDનાં સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ કેસ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા મની-લોન્‍ડરિગ વિશેનો છે.

ઑપરેશન સિદૂર પછી DMKનાં સંસદસભ્‍ય કનિમોઝીના નેતૃત્‍વમાં રશિયા, લાતવિયા, સ્‍લોવેનિયા, ગ્રીસ અને સ્‍પેનની યાત્રા કરનાર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં અશોક મિત્તલ પણ હતા. ૨૦૨૪માં જ્‍યારે અરવિંદ કેજરીવાલે જેલમાંથી પાછા ફર્યા બાદ દિલ્‍હીના મુખ્‍ય પ્રધાન પદેથી રાજીનામું આપ્‍યું ત્‍યારે અશોક મિત્તલે તેમને પોતાનો બંગલો ઑફર કર્યો હતો.

(4:00 PM IST)