<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અશોક મિત્તલના ઘરે EDના દરોડા અને રાઘવ ચઢ્ઢાની Z+ સિક્યોરિટી: ચઢ્ઢાની ભાજપ સાથેની ગુપ્ત બેઠકમાં ઘડાયો પ્લાન : AAP નો આરોપ

આમ આદમીના મુખ્ય પ્રવક્તા પ્રિયાંકે કક્કરે કહ્યું રાજનીતિમાં કોઈ જ બાબત સંયોગથી નથી થતી. તેમણે દાવો કર્યો કે રાઘવ ચઢ્ઢાએ ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી

નવી દિલ્હી :દિલ્હીના રાજકારણમાં રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સતત અથડામણ વધુ તેજ બની ગઈ છે. બન્ને વચ્ચેના આ સંઘર્ષના કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી(BJP) છે.

ઇડીની કાર્યવાહી તથા રાઘવ ચઢ્ઢાને લઈ કરવામાં આવેલા એક મહત્વના નિર્ણયએ રાજકીય વાતાવરણને ઉગ્ર બનાવી દીધુ છે. આ સાથે જ આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો છે.

આ એવો પહેલો કેસ છે કે જ્યાં રાજ્ય સભામાં આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર અશોક મિત્તલના નિવાસ સ્થાન પર EDના દરોડા પડ્યાં છે. AAP દ્વારા આ દરોડાને રાજકીય ષડયંત્ર ગણાવવામાં આવ્યું છે.

આમ આદમીના મુખ્ય પ્રવક્તા  પ્રિયાંકે કક્કરે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ જ બાબત સંયોગથી નથી થતી. તેમણે દાવો કર્યો કે રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં જ ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી.

કક્કડના મતે તે બેઠકમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલો નિર્ણય રાઘવ ચઢ્ઢાને Z+ સિક્યોરિટી આપવાનો હતો, જ્યારે બીજો નિર્ણય અશોક મિત્તલ સામે EDના દરોડા માટે હતો.

તેમનું કહેવું છે કે મિત્તલને તાજેતરમાં જ રાજ્યસભામાં ડેપ્યુટી લીડરની જવાબદારી સોંપવામાં આવી હતી અને રાઘવ ચઢ્ઢાને ટાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પગલે વ્યાપક પ્રમાણમાં રાજકીય મોરચે ઉકળાટ જોવા મળ્યો હતો.અલબત ભાજપ તરફથી આરોપો અંગે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

 

(9:38 PM IST)