તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
અમદાવાદ સહિત ગુજરાતના ૪ શહેરોમાં EDના દરોડા; શેરબજારમાં પંપ એન્ડ ડમ્પ કૌભાંડનો પર્દાફાશઃ ૨૦૦ કરોડના ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ
શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકતને લગતા દસ્તાવેજો પણ જપ્ત કર્યા...કૃત્રિમ રીતે વધારવામાં આવતા હતા શેરના ભાવ... : સમગ્ર તપાસ RM Drip અને R&B Denims Ltd. કંપનીઓના શેરમાં કથિત હેરાફેરીના આરોપો સાથે સંકળાયેલી છે

મુંબઈ,તા.૨૦: અમદાવાદ સહિત ગુજરાતના ૪ શહેરોમાં ચ્ઝના દરોડા; શેરબજારમાં પંપ એન્ડ ડમ્પ કૌભાંડનો પર્દાફાશ, ૨૦૦ કરોડના ટ્રેડિગ એકાઉન્ટ ફ્રીઝ અમદાવાદ સહિત ગુજરાતનાં ચાર શહેરો અને મહારાષ્ટ્રનાં મુંબઈ તથા નાસિક સહિત કુલ છ શહેરોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ૨૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બે લિસ્ટેડ કંપનીઓના શેરમાં કથિત પંપ એન્ડ ડમ્પ કૌભાંડની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. તપાસ દરમિયાન ED દ્વારા આશરે રૂ.
અમદાવાદ સહિત ગુજરાતનાં ચાર શહેરો અને મહારાષ્ટ્રનાં મુંબઈ તથા નાસિક સહિત કુલ છ શહેરોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ૨૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બે લિસ્ટેડ કંપનીઓના શેરમાં કથિત પંપ એન્ડ ડમ્પ કૌભાંડની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. તપાસ દરમિયાન ED દ્વારા આશરે રૂ. ૨૦૦ કરોડનાં ટ્રેડિગ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
મુંબઈ EDની ટીમે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિતનાં સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંબંધિત કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના નિવાસસ્થાનો, ફાઇનાન્સ કંપનીઓ અને શેરબજાર સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકતને લગતા દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર તપાસ RM Drip અને R&B Denims Ltd. કંપનીઓના શેરમાં કથિત હેરાફેરીના આરોપો સાથે સંકળાયેલી છે. પ્રાથમિક તપાસ મુજબ, વોટ્સએપના માધ્યમથી રોકાણકારોને શેર ખરીદવા માટે ટિપ્સ આપવામાં આવતી અને આ રીતે રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનો આરોપ છે. ખાસ કરીને ‘Multibagger Stocks' નામના વોટ્સએપ ગ્રુપ મારફતે શેર ખરીદવા અંગેની ટિપ્સ મોકલવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. આ ગ્રુપનું સંચાલન ભાવનગરથી થતું હોવાનું પણ જાણવા મળ્યું છે.
તપાસ એજન્સીને શંકા છે કે, શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવામાં આવતા હતા અને ત્યારબાદ ઊંચા ભાવે શેર વેચીને નફો મેળવવાની કથિત ગેરરીતિ આચરવામાં આવતી હતી. શેરબજારમાં આ પ્રકારની પદ્ધતિને પંપ એન્ડ ડમ્પ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ED દ્વારા ટ્રેડિગ એકાઉન્ટ્સ, શેરના વ્યવહારો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવી શકે છે
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
