<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ઈડીએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

મની લોન્‍ડરિંગ કેસમાં ઈડીની કાર્યવાહી : ઈડીએ ઉત્તર પ્રદેશ, દિલ્‍હી પોલીસની ૧૮ એફઆઈઆરને આધારે તપાસ શરૂ કરી હતી

નવી દિલ્‍હી તા.૧૨: ઈડીએ આમ્રપાલી જૂથ સાથે જોડાયેલ મની લોન્‍ડરિગ કેસમાં દિલ્‍હીનાં મહારાની બાગ સ્‍થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્‍થિર મિલકતો અસ્‍થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઈ એડવર્ટાઇઝિગ નામે નોંધાયેલી છે. ઈડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.

ઈડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ, પોલીસ અને દિલ્‍હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઈઆર આધારે શરૂ કરવામાં આવી હતી.

આરોપ મૂકવામાં આવ્‍યો છે કે આમ્રપાલી જૂથે નોઈડા અને ગ્રેટર નોઈડામાં રહેણાંક પ્રોજેક્‍ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લઈને ૩૬ મહિનામાં ફલેટ આપવા અને સુનિヘતિ રિટર્નનું વચન આપ્‍યું હતું. જો કે પ્રોજેક્‍ટ અધૂરા રહી ગયા હતાં. ખરીદનારાઓને ન ફલેટ મળ્‍યા અને ન તેમને રકમ પરત મળી. ફોરેન્‍સિક ઓડિટમાં ૫૦૦૦ કરોડ ૅરૂપિયાથી વધુની રકમનાં દુરુપયોગની માહિતી મળી છે. ઈડીનો આરોપ છે કે રકમ શેલ અને કંપનીઓનાં માધ્‍યમથી સ્‍થળાંતરિત કરવામાં આવી હતી.

એક અન્‍ય કાર્યવાહીમાં ઈડીએ નેક્‍સા એવરગ્રીન કેસમાં ૩૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગુજરાત, રાજસ્‍થાન અને ગોવા સ્‍થિત જમીન, ફલેટ તથા રિસોર્ટમાં હિસ્‍સેદારી સામેલ છે.

એજન્‍સી અનુસાર કુર્ક કરવામાં આવેલી સંપત્તિઓમાં ૬૯ સ્‍થાયી સંપત્તિઓનું મૂલ્‍ય લગભગ ૨૯.૩૭કરોડ રૂપિયા છે.

(10:09 AM IST)