<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અત્‍યંત વાસ મારતાં આ સ્‍વાદિષ્ટ ઈંડા ખાવાથી ઉંમર ૭ વર્ષ વધી જાય

પર્પલ રંગનાં ઈંડાને વરાળમાં બાફવાથી એમાં રહેલું સલ્‍ફર કાળા રંગનું થઈ જતું હોવાથી એને બ્‍લેક એગ્‍સ પણ કહેવાય છે

નવી દિલ્‍હી તા.૧૦: સોશ્‍યલ મીડિયામાં એક ખાસ પ્રકારનાં પર્પલ ઈંડાં ખૂબ ચર્ચામાં છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ ઈંડાં ખાવાથી ખાનારની ઉંમર ૭ વર્ષ જેટલી વધી જાય છે. અલબત્ત, વૈજ્ઞાનિક રીતે આવો કોઈ દાવો સાબિત થયો નથી. જપાનના ઓવાકુદાની વિસ્‍તારમાં જ મળતાં આ ઈંડાંની ખાસિયત દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. ઓવાકુદાની વિસ્‍તાર સલ્‍ફરની ખાણો અને હોટ સ્‍પ્રિંગ્‍સ માટે જાણીતો છે. આ ઈંડાંમાં સલ્‍ફરની એટલી તીવ્ર ગંધ આવે છે કે એ ખાવાની હિમત કરવા માટે પણ જિગર જોઈએ. પર્પલ રંગનાં ઈંડાંને વરાળમાં બાફવાથી એમાં રહેલું સલ્‍ફર કાળા રંગનું થઈ જતું હોવાથી એને બ્‍લેક એગ્‍સ પણ કહેવાય છે. આ ઈંડાં ફોડતાં જ એમાંથી તીવ્ર ગંધ આવે છે, પરંતુ એનો સ્‍વાદ ખૂબ જ સરસ હોય છે. એમાં એન્‍ટિ-એજિગ ગુણો હોવાથી આ ઈંડાંના સેવનથી ઉંમર ૭ વર્ષ વધી જાય છે એવી માન્‍યતા છે. આ ઈંડાં ૪૦૦થી પ૦૦ રૂપિયામાં મળી જાય છે.

(3:12 PM IST)