<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

યુપીઆઈ પેમેન્‍ટ પર એમડીઆર ચાર્જની તૈયારી

સંસદમાં પેમેન્‍ટ એન્‍ડ સેટલમેન્‍ટ સિસ્‍ટમ્‍સ બિલ, ૨૦૨૭ રજૂ : એમડીઆર ચાર્જ ફક્‍ત દુકાનદારો અને વેપારીઓ પર લાગુ થશે, જે ૦.૨૫ ટકાથી ૦.૩૦ ટકા સુધી હોઈ શકે : સામાન્‍ય વ્‍યકિત બીજી વ્‍યકિતને નાણાં મોકલશે તો કોઈ ચાર્જ નહીં લાગે

નવી દિલ્‍હી, તા.૫: નાણા મંત્રાલયે સંસદમાં પેમેન્‍ટ એન્‍ડ સેટલમેન્‍ટ સિસ્‍ટમ્‍સ (એમેન્‍ડમેન્‍ટ) બિલ, ૨૦૨૭ રજૂ કર્યુ છે. નવા બિલથી સરકારને અધિકાર મળી જશે કે ભવિષ્‍યમાં ક્‍યા ડિજિટલ  પેમેન્‍ટ ફ્રી રાખવા છે અને કોના પર મરચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ  (એમડીઆર) એટલે કે પ્રોસેસિગ ચાર્જ લગાવવો છે. એમડીઆર એક પ્રકારની ફી છે જે  મર્ચન્‍ટ એટલે કે દુકાનદાર ડિજિટલ પેમેન્‍ટની સુવિધા માટે બેંકો, પેમેન્‍ટ એગ્રીગેટર્સ અને પેમેન્‍ટ સર્વિસ પ્રોવાઈડર્સને આપે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા એમડીઆર રુપે ડેબિટ કાર્ડ ટ્રાન્‍ઝેકશન પર ઝીરો, એમડીઆર જરૂરી બનાવી દીધું છે. નવા નિયમો અમલમાં આવ્‍યા પછી એક સામાન્‍ય વ્‍યકિત તરફથી બીજી ટ્ટ સામાન્‍ય વ્‍યકિતને નાણા મોકલવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. એટલે કે દુકાનદારો અને વેપારીઓ પર લાગુ થશે. ગ્રાહકોનાં ખિસ્‍સામાંથી નાણા કપાશે નહીં. જો કે બિઝનેસમેન આ ખર્ચ જાતે ઉપાડી શકે છે અથવા વસ્‍તુની કીંમતમાં જોડી શકે છે.

સૂત્રોનાં જણાવ્‍યા અનુસાર ફક્‍ત રૂપિયાથી ટ્રાંજેકશન અને મોટા શોરૂમ અથવા સ્‍ટોર્સ પર જ આ ચાર્જ લાગુ કરવામાં આવશે.

આ ચાર્જ ૦.૨૫ ટકાથી ૦.૩૦ ટકા સુધી હોઈ શકે છે. જેનો સીધો અર્થ થાય છે કે દુકાનદારને ૧૦૦૦ રૂપિયાની ચુકવણી પર ૨.૫૦ રૂપિયા કે ૩ રૂપિયા ચાર્જ ચુકવવો પડી શકે છે.

જાન્‍યુઆરી, ૨૦૨૦માં સરકારે યુપીઆઈ પર લાગતા તમામ ચાર્જ સમાપ્ત કરી દીધા હતાં. જો કે હવે પેમેન્‍ટ એપ્‍સ અને બેંકોનું માનવું છે કે કોઈ પણ પ્રકારની કમાણી વગર આટલી મોટી વ્‍યવસ્‍થાને ચલાવવી મુશ્‍કેલ થઇ ગયું છે.

 

(10:46 AM IST)