તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
તુર્કીયેમાં ધરા ધ્રુજી: ૫.૮ની તીવ્રતાના ભૂકંપના ભયાનક આંચકાથી અફરાતફરી; દિયારબાકીર અને આસપાસના પ્રાંતોમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા
સૌથી વધુ અસર દિયારબાકીરમાં અનુભવાઈ; જાનમાલના નુકસાન અંગે રાહત ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન નિરીક્ષણ શરૂ

અંકારા, તા.૨૪: કુદરતી આપત્તિઓનો સામનો કરી રહેલા તુર્કીયેમાં ગુરુવારે ફરી એકવાર ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાતાં સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૮ નોંધાઈ છે. આંચકા એટલા તીવ્ર હતા કે દિયારબાકીર, અદિયામાન, માલત્યા, ગાઝિયાંટેપ અને શાનલીઉર્ફા સહિતના અનેક પ્રાંતોમાં ઈમારતો ધ્રૂજી ઉઠી હતી અને ભયભીત થયેલા લોકો પોતાના ઘરો તથા ઓફિસોમાંથી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ભૂકંપની સૌથી ગંભીર અસર દિયારબાકીર પ્રાંતમાં અનુભવાઈ હતી, જ્યાં લોકોમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈમારતો ધરાશાયી થવાના અથવા માલમત્તાના નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા નથી.
ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. વહીવટી અધિકારીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો પરિસ્થિતિનો સચોટ તાગ મેળવવા માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. સત્તાવાળાઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
