<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ઉત્તરપૂર્વીય રાજ્‍યમાં ભૂકંપના આંચકાઃ તીવ્રતા ૫.૨

ગભરાયેલા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા

નવી દિલ્‍હી,તા.૨૧: ભારતના ઉત્તરપૂર્વીય રાજ્‍યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે વહેલી સવારે આવેલા જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગભરાયેલા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા.

મંગળવારે વહેલી સવારે આવેલા જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગભરાયેલા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૫.૨ માપવામાં આવી હતી.

આજે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્‍દ્ર મણિપુરનું કામજોંગ હતું. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી હતી.

મંગળવારે વહેલી સવારે આવેલા જોરદાર ભૂકંપથી મણિપુરના લોકો જાગી ગયા હતા. લગભગ ૫:૫૯ વાગ્‍યે આંચકા અનુભવાયા બાદ જમીન ધ્રુજવા લાગી. લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા. કેટલાક લોકો ઊંઘમાં હતા ત્‍યારે અચાનક જાગી ગયા અને દોડવા લાગ્‍યા. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી હતી.

મણિપુર ઉપરાંત, નાગાલેન્‍ડ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું કે ઘરની દિવાલો હલી ગઈ, અને ઘણી જગ્‍યાએ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા. સદનસીબે, કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

એપ્રિલમાં ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. આ પહેલા આ પ્રદેશમાં હળવા ભૂકંપ અનુભવાયા છે. દરમિયાન, સોમવારે, જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે ૭.૫ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્‍યો. ભૂકંપ બાદ, અધિકારીઓએ તાત્‍કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી. 

 

(10:52 AM IST)