<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

વહેલી સવારે ધરતીકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી નેપાળની ધરતી: લોકોમાં ભારે ફફડાટ

તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી: ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 73 kmની ઊંડાઈમાં હતુ.

નેપાળમાં ગુરુવારના રોજ ભૂકંપના આંચકા આવ્યા. આ ભૂકંપ વહેલી સવારે 4:30 AM વાગ્યે આવ્યો હતો, જેનાથી લોકોનાં મનમાં ભય ફેલાઈ ગયો હતો. આવો જાણીએ કે આ ભૂકંપની તીવ્રતા કેટલી હતી.

દુનિયાભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપની ઘટનાઓમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના દિવસોમાં તો અનેક દેશોમાં ભૂકંપના કારણે હજારો લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે. એવામાં લોકોના મનમાં ભૂકંપને લઈને ડર વધતો જઈ રહ્યો છે. હવે ગુરુવારના રોજ નેપાળમાં એકવાર ફરીથી ભૂકંપના કારણે ધરતી હલી ઉઠી છે. નેપાળમાં ગુરુવાર ના રોજ વહેલી સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ પોતાના સત્તાવાર X હેન્ડલ પર જણાવ્યું છે કે ભારતના પડોશી દેશ નેપાળમાં ગુરુવારના રોજ વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. સંસ્થાન મુજબ, આ ભૂકંપ સવારે 4:30 
અત્રે ઉલ્લેખનીય છે કે, પાડોશી દેશ નેપાળ દુનિયાના સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંથી એકમાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ઉત્તર-પશ્ચિમ નેપાળમાં સતત બે વાર ભૂકંપ આવ્યો હતો. પહેલા ભૂકંપની તીવ્રતા 4.5 અને બીજા ભૂકંપની તીવ્રતા 4.2 હતી. તેનું કેન્દ્ર મુગુ જિલ્લાના કલાઈ ક્ષેત્રની આસપાસ હતું. ભૂકંપના આંચકા પાડોશી જિલ્લાઓ  ડોલ્પા અને જુમ્લામાં પણ અનુભવાયા હત. ભૂકંપની હોનારતને કારણે નેપાળના હજારો લોકો પોતાની જીવ ગુમાવી ચૂક્યા છ. 

 ભૂકંપ આવવાના સમયે ધરતી હલનચલન મુખ્ય કારણ ધરતીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટોનું પરસ્પર ટકરાવું, ઘસાવું કે ખસવું હોય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે જમીનની અંદર જમા ઊર્જા અચાનક બહારની તરફ નીકળે છે. આના જ કારણે આપણી ધરતી પર ભૂકંપના આંચકા અનુભવાય છે. 

(3:37 PM IST)