તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
લેહ-લદ્દાખમાં ભૂકંપ : રિક્ટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતા
ધરા ધ્રૂજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

લેહ તા.૧૩: લદ્દાખના લેહમાં સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર લેહમાં સવારે ૬:૦૫ વાગ્યે લદ્દાખના લેહમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો.સવારે લોકો ઊંઘમાંથી જાગી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી હતી. આંચકા અનુભવાતા અનેક લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. થોડી જ મિનિટોમાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે રાહતની વાત એ છે કે હાલ સુધી ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ સવારે ૬: ૦૫ વાગ્યે ૧૦ કિમીની ઊંડાઇએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હજુ સુધી જાણી શકાયું નથી. જાનહાનિ કે મોટા નુકસાનના કોઇ અહેવાલ નથી.
X પર એક પોસ્ટમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ૦૬:૦૫:૧૫ વાગ્યે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ઊંડાઇ ૧૦ કિમી નોંધવામાં આવી છે.
ભૂકંપ પૃથ્વીની સપાટીથી આશરે ૭૦૦ કિલોમીટર નીચે ગમે ત્યાં થઇ શકે છે. વૈજ્ઞાનિક હેતુઓ માટે, USGS ડેટા અનુસાર ૦-૭૦૦ કિમીની આ ભૂકંપ ઊંડાઈ શ્રેણીને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવી છેઃ છીછરા, મધ્યવર્તી અને ઊંડા.
છીછરા ભૂકંપ સામાન્ય રીતે ઊંડા ભૂકંપ કરતાં વધુ ખતરનાક હોય છે. આનું કારણ એ છે કે છીછરા ભૂકંપમાંથી આવતા ભૂકંપના મોજા સપાટી સુધી પહોંચવા માટે ઓછા અંતરે આવે છે, જેના કારણે જમીન વધુ ધ્રુજારી પામે છે, ઇમારતોને વધુ નુકસાન થાય છે અને વધુ મૃત્યુ થાય છે.
લેહની ધરતી પર સવારે લોકો ઊંઘતા હતા ત્યારે લોકો ઘરોની બહાર નીકળ્યા હતા. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે ઊંઘમાં જ લોકોએ ઝટકા અનુભવ કર્યા હતા.
૧૨ ઓગસ્ટના રોજ મ્યાનમારમાં પણ ૪.૨ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ની નોંધાઇ હતી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
