તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મહિને ૨ લાખ કમાતો, મારી બધી જ વાતો માનેઃ યુવતીએ લગ્ન કરવા એવી ડિમાન્ડ રાખી કે ચોંકી જશો
આ પોસ્ટને એક્સ પર @Crustology_ નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવી છેઃ પોતાની પોસ્ટમાં તેણે ભાવિ પતિમાં અપેક્ષિત કેટલાય એવા ગુણોની રુપરેખા બતાવી છે

નવી દિલ્હી તા.૩: સોશિયલ મીડિયા પર ફરી એક વાર લગ્નને લઈ એક મહિલાએ પોતાની લાંબી ડિમાન્ડની યાદી પોસ્ટ કરી છે. જેમાં હાઈ સેલરીવાળો પતિ, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને ખાસ સુવિધાઓની માગ કરી છે. પોસ્ટ વાયરલ થતાં જ યુઝર્સે તેને વાંચી આકરા તેવર સાથે મજાકવાળી કોમેન્ટ કરવાનું શરુ કરી દીધું છે. આ મામલો ન ફક્ત મનોરંજનનું સાધન બન્યો પણ આધુનિક લગ્નના બદલાતા ટ્રેન્ડ્સ પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
આ પોસ્ટને એક્સ પર @Crustologyં નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. પોતાની પોસ્ટમાં તેણે ભાવિ પતિમાં અપેક્ષિત કેટલાય એવા ગુણોની રુપરેખા બતાવી છે, જેના પર કોઈ સમાધાન ન કરી શકાય અને અંતે પૂછ્યું કે, તેને આવો પતિ ક્યાં મળી શકશે, જે દરેક માપદંડ પર ખરો ઉતરે. પોસ્ટમાં લખ્યું હતું, હું ખાલી એવા પુરુષ સાથે લગ્ન કરીશ જે... કુંવારો હોય કમસે કમ ૨ લાખ રુપિયા પ્રતિ મહિને કમાતો હોય સ્વાભાવિક રીતે સુંદર હોય ૬ ફુટની આદર્શ હાઈટ હોય ખાવાનું બનાવતા આવડતું હોયસ્ત્રી વિરોધી ન હોય સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતો હોય કોઈ મહિલા મિત્ર ન હોય ક્યાં પણ જતાં પહેલા પરવાનગી માગે ૨૪સ૭ પોતાની લાઈવ લોકેશન શેર કરતો રહે મને વિદેશ યાત્રા પર લઈ જાય. મને આવો પુરુષ ક્યાં મળશે?
આ પોસ્ટને જોતજોતામાં ખૂબ જ લોકપ્રિયતા મળી અને હજારો યુઝર્સે આ ડિમાન્ડ્સ પર પોતાનો મત રજૂ કર્યો. એક યુઝરે લખ્યું કે, ભીખ માગવાની જગ્યાએ, પહેલા પોતાની કાબેલિયત અને યોગ્યતા સાબિત કરો. કોઈ માણસને તમારા જેવી મહિલાની જરૂર કેમ પડે? તમારી આ લાલચ પત્નીના મોહરા પાછળ છુપાયેલી લાલચી માણસને દર્શાવે છે. (પુરુષો સાવધાન રહો.)
બીજા યુઝરે લખ્યું કે, તમારે પતિ નહીં, પણ તમારે એક કુંવારો એટીએમ, છ ફુટ લાંબો બોડીગાર્ડ, ખાનગી રસોયો, જીપીએસથી ટ્રેક થતો નોકર, વિદેશ યાત્રાનો પ્રાયોજક અને એક એવો માણસ જોઈએ, જેની કોઈ સામાજિક જિદગી ન હોય. અને આ બધું માગવા બાદ પણ તમે પુછો છો કે આવો માણસ મને ક્યાં મળશે? જવાબ- ક્યાંય નહીં. કેમ કે આત્મસન્માનવાળા પુરુષ લગ્નના નામ પર થતી આ નિઃશુલ્ક ગુલામી માટે અરજીઓ નથી કરતા. લગ્ન એક ભાગીદારી હોય છે. આ તો એક નિયંત્રિત, એકાંતપ્રિય, ઉચ્ચ આવકવાળા બંધકની નોકરી છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
