News of Saturday, 16th May 2026
આનંદોઃ કેરળમાં ચોમાસાનું પાંચ દિવસ વહેલું ૨૬ મેએ આગમન થશે
દક્ષિણ ભારતમાં ચોમાસાના આગમન પૂર્વે વરસાદ શરૂ થયો : આગામી ૨૪ કલાકમાં આંદામાન-નિકોબાર ટાપુઓ પર પહોંચી શકે

નવી દિલ્હી,તા.૧૬: ઉત્તર ભારત સહિત દેશના વિવિધ ભાગોમાં કેટલાક દિવસના કમોસમી વરસાદ-આંધી બાદ ફરી કાળઝાળ ગરમીનું આગમન થયું છે, જેના પગલે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેમના ઈતજારનો અંત લાવતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પヘમિ ચોમાસાનું ૨૬ મેએ આગમન થઇ શકે છે. આ ચોમાસુ ભારતમાં સૌપ્રથમ કેરલમ પહોંચે છે અને આ વખતે કેરલમમાં પહેલી જૂનના નિર્ધારિત સમયથી પાંચ દિવસ વહેલું પહોંચશે.
જોકે, હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે દક્ષિણ પヘમિ ચોમાસાનું આગમન ચાર દિવસ વહેલું કે મોડું થઈ શકે છે. આગામી ૨૪ કલાકમાં ચોમાસુ બંગાળના અખાત, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર પહોંચી શકે છે. દક્ષિણ ભારતમાં ચોમાસાના આગમન પૂર્વે વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આખા અઠવાડિયા દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં જયારે આગામી ૩-૪ દિવસ દરમિયાન તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરલમ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે કેરલમથી દેશમાં પ્રવેશ્યા બાદ એક મહિના સુધીમાં ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધશે.
ઉત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે ૧૬ મેના રોજ જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પૂર્વીય રાજસ્થાનમાં પણ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે અને કાલે નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૧૬થી ૧૯ મે દરમિયાન કેરલમ, માહે. તટીય આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને લક્ષદ્વીપમાં વ્યાપક સ્તરે ભારે પવન ફૂંકાઇ શકે છે અને છુટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
