તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ઑક્ટોબરમાં મોટા તહેવારોને કારણે બૅંકોમાં રજાઓના કારણે વધશે ધસારો :જાણો કયારે બેંકમાં રજા રહેશે : જુઓ RBIનું લિસ્ટ
RBIના લિસ્ટ મુજબ, આ મહિનામાં 5માંથી 4 શનિવારે બૅંકો બંધ રહેશે:ગુજરાતમાં ગાંધી જયંતી, દશેરા અને સરદાર પટેલ જયંતી સહીત 9 દિવસ બેન્ક બંધ રહેશે જોકે ઓનલાઇન બૅંકિંગ અને UPI સેવાઓ ચાલુ રહેશે

અમદાવાદ :ઑક્ટોબર 2026માં દશેરા, દુર્ગાપૂજા અને ગાંધી જયંતી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી બૅંકોમાં રજાઓનો મોટો ધસારો રહેશે. આ મહિનામાં એક નેશનલ હોલિડે સહિત દેશના વિવિધ રાજ્યોમાં લોકલ તહેવારોના કારણે ઘણા દિવસો સુધી બૅંક બ્રાન્ચમાં રૂબરૂ જઈને થતા કામકાજ બંધ રહેશે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ના લિસ્ટ મુજબ, ઑક્ટોબર મહિનામાં આવતા 5 શનિવારમાંથી 4 શનિવારે બૅંકો બંધ રહેશે, જેમાં રેગ્યુલર બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. જોકે આ તમામ રજાઓ દરમિયાન ઓનલાઇન બૅંકિંગ, મોબાઇલ એપ અને UPI સર્વિસ ચાલુ રહેશે. .
ભારતમાં સામાન્ય નિયમ મુજબ તમામ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ બૅંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ઑફિશિયલ રજા હોય છે. ઑક્ટોબર 2026માં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત ત્રીજા અને પાંચમા શનિવારે પણ અલગ અલગ તહેવારો આવી રહ્યા હોવાથી 5માંથી 4 શનિવારે બૅંક બ્રાન્ચ બંધ રહેશે. માત્ર પહેલા શનિવારે જ બૅંકમાં રૂબરૂ કામ થઈ શકશે.
-
02 ઑક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે હોવાથી આખા દેશમાં તમામ બૅંકો બંધ રહેશે)
-
04 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
10 ઑક્ટોબર 2026: મહિનાનો બીજો શનિવાર અને મહાલય અમાસ (આખા દેશમાં બૅંકો બંધ રહેશે)
-
11 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
17 ઑક્ટોબર 2026: મહાસપ્તમી (ત્રિપુરામાં બૅંક રજા)
-
18 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
19 ઑક્ટોબર 2026: મહાષ્ટમી / મહાનવમી / આયુધ પૂજા / દુર્ગા પૂજા (પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ, ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને મેઘાલયમાં બૅંકો બંધ રહેશે)
-
-
ગુજરાતમાં 9 દિવસ બેન્કમાં રજા રહેશે 02 ઑક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે)
-
04 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
10 ઑક્ટોબર 2026: બીજો શનિવાર (નિયમિત બૅંક રજા)
-
11 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
18 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
20 ઑક્ટોબર 2026: વિજયાદશમી / દશેરા
-
24 ઑક્ટોબર 2026: ચોથો શનિવાર (નિયમિત બૅંક રજા)
-
25 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
-
31 ઑક્ટોબર 2026: સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (પાંચમો શનિવાર)
બૅંક બ્રાન્ચમાં રજા હોવા છતાં કસ્ટમર્સને કોઈ મુશ્કેલી પડશે નહીં. નેટ બૅંકિંગ, મોબાઇલ બૅંકિંગ એપ્સ, ATM અને UPI જેવી તમામ ડિજિટલ સર્વિસ 24 કલાક ચાલુ રહેશે. જેથી મની ટ્રાન્સફર કરવા, ઓનલાઇન બિલ ભરવા કે બેલેન્સ ચેક કરવા જેવા જરૂરી કામો કોઈપણ ટેન્શન વગર ફોનથી જ પતી જશે.
-
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
