તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
પતિ-પત્નીની લડાઈને કારણે ગોરખપુરમાં બે કલાક વીજળી ગુલ થઈ ગઈ
ઝઘડામાં બારીની બહાર ફેંકાયેલાં કપડાં ૧૧,૦૦૦ વોલ્ટના વીજતાર પર અટવાતાં ફીડર ટ્રિપ થયું અને આખો વિસ્તાર બે કલાક અંધકારમાં ડૂબી ગયો

ગોરખપુર,તા.૨૮: આપણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે ઘરની ૪ દીવાલોમાં થતો પતિ-પત્નીનો ઝઘડો કોઈ શહેરના આખા વિસ્તારને અંધકારમય કરી નાખી શકે છે. મામલો ગોરખપુરના રામજાનકીનગરનો છે. મંગળવારે રાતે ૧૦ વાગ્યે અચાનક જ આ વિસ્તારનું ફીડર ટ્રિપ થઈ ગયું. એને કારણે એ આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. ધડાધડ વીજળી વિભાગને ફોનકોલ આવવા લાગ્યા. વીજળી વિભાગે સેન્ટ્રલ લાઇનથી વીજળી પુરવઠો શરૂ કરવાની કોશિશ કરી પણ ફાયદો ન થયો. આખરે તેમણે ક્યાં સમસ્યા છે એ જાણવા આખા વિસ્તારના વીજળીના થાંભલાઓનું પેટ્રોલિગ કરવાનું શરૂ કર્યું. ગાડી ફરી રહી હતી ત્યારે પેટ્રોલિગ કરી રહેલા એક કર્મચારીને ૧૧,૦૦૦ વોલ્ટેજ ધરાવતા વીજળીના તાર પર કપડાં લટકતાં જોવા મળ્યાં. કર્મચારીઓએ સીડી મગાવીને કપડાં નીચે ઉતાર્યાં અને પછી નજીકના થાંભલા પાસેથી જ્યાં ફીડર ટ્રિપ થયેલું એને રિપેર કર્યું. આ બધું કરવામાં બે કલાક લાગી ગયા. આ કપડાં કોનાં છે એની તપાસ માટે આસપાસના લોકોને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે રાતના ઘરે આવ્યા પછી એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ ગુસ્સામાં ઘરમાં પડેલાં કપડાંનો ઢગલો બારીની બહાર ફેંકી દીધો હતો. આ કપડાં ૧૧,૦૦૦ વોલ્ટના તાર પર અટકી ગયાં હતાં.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
