તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
પગની પલાંઠી અને હાથની અદબ વાળીને સ્કૂટર ચલાવતા ભાઈની ડ્રાઇવિંગ સ્કિલ તો કમાલની
ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતો આ માણસ ભીડભાડ અને સારા એવા ટ્રાફિકની વચ્ચે સ્ટીઅરિંગ પરથી હાથ છોડીને આરામથી બેઠો હતો

મુંબઇ તા.૧૯: રોડ પર જાતજાતના સ્ટન્ટ કરતા લોકો પોતાનો તો ઠીક, બીજા લોકોનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. એમ છતાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થવાની ઘેલછા તેમને અતરંગી સ્ટન્ટ કરવા પ્રેરે છે. લખનઉમાં એક ભાઈ આવાં જ કારણોસર સ્કૂટર પર હાથ-પગ જોડીને ખતરનાક સ્ટન્ટ કરતા દેખાયા હતા. કોઈ જાગૃત નાગરિકે આ વિડિયો શેર કરીને લખ્યું હતું કે ‘લખનઉના ગોમતીનગરમાં ફન મોલની સામે આ ભાઈ પસાર થઈ રહ્યા હતા. ટૂ-વ્હીલર પર પલાંઠી મારીને આરામથી બેઠા છે. આવા લોકોનો કોઈ ઇલાજ થઈ શકે?'
ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતો આ માણસ ભીડભાડ અને સારાએવા ટ્રાફિકની વચ્ચે સ્ટીઅરિગ પરથી હાથ છોડીને આરામથી બેઠો હતો. કહેવામાં આવે છે કે તેણે સ્કૂટરને ક્રૂઝ કન્ટ્રોલ મોડ પર લગાવી દીધું હતું એને કારણે સ્કૂટર જાતે જ નિヘતિ ગતિથી ચાલી રહ્યું હતું.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
