તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
એશિયન ગેમ્સમાં મેડલનું સપનું, પણ ખેલાડીઓની હાલત કફોડી
બસો માટે ૩ કલાક સુધી રાહ જોવી પડે છે, ભારતીય ખેલાડીઓની મુશ્કેલી વધીઃ આયોજનની અવ્યવસ્થાથી ખેલાડીઓ પરેશાન

નવી દિલ્હીઃ જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી ઍશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઅો મેડલ માટે મેદાનમાં પરસેવો પાડી રહ્ના છે, ત્યારે બીજી તરફ વ્યવસ્થાના અભાવે તેમની મુશ્કેલીઅો વધી રહી છે.
ભારતીય ખેલાડીઅોને હોટેલથી સ્પર્ધાનાં સ્થળો સુધી પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડી રહી છે. બસોની અછત અને પરિવહનમાં વિલંબના કારણે ખેલાડીઅોઍ કલાકો સુધી રાહ જાવી પડે છે. કેટલાક સ્થળોઍ પહોંચવામાં બે કલાક જેટલો સમય લાગી રહ્ના હોવાના અહેવાલો છે.
ભારતીય ખેલાડીઅો ઍશિયન ગેમ્સમાં દેશનું નામ રોશન કરવા માટે સખત મહેનત કરી રહ્ના છે. જાકે, રહેવાની વ્યવસ્થા, ભોજન અને પરિવહન સંબંધિત સમસ્યાઅોના અહેવાલોઍ ભારતીય દળની ચિતા વધારી છે. ખેલાડીઅો માટે સમયસર તાલીમ અને સ્પર્ધાના સ્થળે પહોંચવું અત્યંત મહત્ત્વનું હોય છે. આવી સ્થિતિમાં પરિવહનની મુશ્કેલી તેમની તૈયારીને અસર કરી શકે છે.
ભારતીય રમત મંત્રાલયે પણ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને ખેલાડીઅોની સુવિધાઅો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાની દિશામાં પગલાં લીધાં છે. હવે ખેલાડીઅોને સમયસર અને યોગ્ય સુવિધાઅો મળે તે માટે આયોજકો સામે મોટો પડકાર ઊભો થયો છે.(૪૧.૧૩)
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
