<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગનની નાકે દમ: ભારતની મજબૂત ઘેરાબંધી વચ્ચે તાઇવાને છોડ્યા અમેરિકન ટેક્નોલોજીથી સજ્જ ૩ ખતરનાક "રોબોટિક કૂતરા"

ઇજિંગના સૈન્ય પ્રશાસનમાં ભારે આશ્ચર્ય અને ચિંતાનો માહોલ : હવે સૈનિકોના સ્થાને લોખંડ અને આધુનિક દારૂગોળાથી સજ્જ રોબોટિક શિકારીઓ પેટ્રોલિંગ કરતા જોવા મળશે

તાઇપેઈ:  દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી અને એકચક્રી શાસન સ્થાપવાના નાપાક મનસૂબાઓને કચડી નાખવા માટે તાઇવાને એક અત્યંત સનસનાટીભર્યો અને હાઈટેક માસ્ટરસ્ટ્રોક માર્યો છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચીન જેને પોતાની જાગીર સમજે છે, ત્યાં હવે રક્ત-માંસના સૈનિકોના બદલે લોખંડ, આધુનિક સેન્સર્સ અને સ્વયંસંચાલિત હથિયારોથી સજ્જ લોખંડી કૂતરાઓ પેટ્રોલિંગ કરતા જોવા મળશે. તાઇવાનની સૈન્યની સર્વોચ્ચ શસ્ત્ર ઉત્પાદક સંસ્થા 'નેશનલ ચુંગ-શાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી' દ્વારા અમેરિકાની વિખ્યાત મિલિટ્રી સપ્લાયર કંપની "ઘોસ્ટ રોબોટિક્સ" પાસેથી ખરીદેલા આ ચાર પગવાળા યાંત્રિક શિકારીઓનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ અદભુત રોબોટ્સ પ્રતાસ અને સ્પ્રેટલી જેવા વ્યૂહાત્મક ટાપુઓ પર તૈનાત થઈને ચીનની હરકતો પર ચોવીસે કલાક બાજ નજર રાખશે એટલું જ નહીં, પરંતુ સરહદ ઓળંગવાનો પ્રયાસ કરનારા ડ્રેગનના સૈનિકો પર આંખના પલકારામાં જીવંત ગોળીઓ ચલાવીને તેમને ત્યાં જ ઠાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

તાઇવાનની આ નવી રોબોટિક સેનાને મુખ્યત્વે ત્રણ અત્યંત ઘાતક અને અલગ-અલગ સંસ્કરણોમાં વિભાજીત કરવામાં આવી છે, જે ચીનની સૈન્ય વ્યૂહરચનાને પાયામાંથી હચમચાવી દેશે. આ અંતર્ગત પ્રથમ સંસ્કરણ એક અત્યંત સાયલન્ટ 'જાસૂસી કૂતરો' છે, જે દુશ્મનના અભેદ્ય કિલ્લામાં પણ કોઈનો અવાજ કર્યા વિના ઘૂસીને તમામ ગુપ્ત માહિતી ડેટા સેન્ટર સુધી પહોંચાડશે. બીજું સંસ્કરણ ખાસ કરીને દરિયાકાંઠાના પથરાળ અને રેતાળ વિસ્તારોમાં ૨૪ કલાક કડક નજર રાખવા માટે ડિઝાઇન કરાયું છે, જે કોઈપણ શંકાસ્પદ ઘૂસણખોરીની સેકન્ડોમાં કંટ્રોલ રૂમને ચેતવણી આપશે. જ્યારે ત્રીજું અને સૌથી ભયાનક સંસ્કરણ એક હુમલાખોર રોબોટિક યોદ્ધો છે, જેની પીઠ પર રિમોટ-કંટ્રોલ્ડ ઓટોમેટિક મશીનગન ફિટ કરવામાં આવી છે; આ કૂતરો દુશ્મનનો સામનો થતાં જ રીમોટના આદેશ પર વિનાશક ફાયરિંગ શરૂ કરી દેશે. આ હાઈટેક પગલાથી બેઇજિંગની શી જિનપિંગ સરકાર સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ છે અને યુદ્ધ પહેલા જ ચીની સેનાના મનોબળને તોડવાની આ એક સચોટ યોજના સાબિત થઈ રહી છે.

વ્યૂહાત્મક મોરચે ચીન માટે મુશ્કેલીઓ માત્ર તાઇવાન પૂરતી મર્યાદિત નથી, કારણ કે દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતની ગર્જના અને મજબૂત થઈ રહેલી પકડથી ડ્રેગનની ચિંતા ઓલરેડી સાતમા આસમાને પહોંચી ગઈ છે. ચીન હંમેશા ભારતને માત્ર હિંદ મહાસાગર સુધી જ સીમિત રાખવા માંગતું હતું, પરંતુ ભારતની "એક્ટ ઇસ્ટ" નીતિ અને 'આગળ તૈનાત' (કરવાની આક્રમક રણનીતિને કારણે ભારતીય નૌકાદળના ઘાતક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ અને સબમરીન હવે ચીનના ગઢ ગણાતા આ સમુદ્રમાં મુક્તપણે વિહરી રહ્યા છે. આ ઉપરાંત, ભારતે ચીનના પાડોશી દેશો વિયેતનામ અને ફિલિપાઇન્સ સાથે આકાશ આંબતી સંરક્ષણ ભાગીદારી કરીને ફિલિપાઇન્સને વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક "બ્રહ્મોસ" ક્રૂઝ મિસાઇલ સોંપી દીધી છે, જે હવે આ દરિયાના કિનારે તૈનાત થઈને ચીની જહાજોને સીધા નિશાન બનાવી રહી છે. અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ભારતના "ક્વાડ"  સંગઠન દ્વારા આ વિસ્તારમાં 'મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક'ની મજબૂત વકીલાત કરવાને કારણે ચીન હવે પોતાના જ ઘર આંગણે ચારેયબાજુથી ખરાબ રીતે ઘેરાઈ ગયું છે.

(7:03 PM IST)