તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 17th November 2026
વિશ્વભરના તબીબોમાં સોૈથી નીચી હાઇટ ધરાવતા ભાવનગરના ડો.ગણેશ બારૈયાનું અમિતભાઇ શાહના હસ્તે સન્માન
આંધ્રપ્રદેશ ખાતે રામોજી એકસલન્સ એવોર્ડ અને ૧૦ લાખની ધનરાશી અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭: ભાવનગર જિલ્લાના તળાજા નજીકના ગોરખી ગામના વતની ડો.ગણેશ બારૈયા કે જેઓ વિશ્વભરના તબીબોમા સૌથી નીચા કદના વ્યક્તિ છે તેઓનીએ શારીરિક વિકલાંગતા છતાંય સુપ્રીમકોર્ટ સુધી જઈને ન્યાય મેળવીને ડોકટર બનેલા ગણેશ બારૈયાને આંધ્રપ્રદેશ ખાતે કેન્દ્રીય ગળહપ્રધાન અમિત શાહ સહિત દેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતી વચ્ચે રામોજી એક્સલન્સ એવોર્ડ અને રૂ.૧૦ લાખની ધનરાશી અપર્ણ કરવામાં આવીહતી.
પૂરતી ઉંચાઈ ન ધરાવતા હોવાના કારણે શારીરિક વિકલાંગ સમજીને MBBS નો અભ્યાસ ન કરી શકેતેવા નિર્ણય સામે પ્રથમ રાજ્યની હાઇકોર્ટ અને બાદ દેશની સર્વોચ્ચ અદાલતના દ્વારા ખખડાવી ને ડોકટર બનાવનું સ્વપ્નપૂર્ણ કરવામાં જેમનો સિંહફાળો છે તેવા તેના શિક્ષક ડો.દલપતભાઈ કાતરિયાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આજે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં હાલ તબીબ તરીકે કાર્યરત ડો.ગણેશ બારૈયાને કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ ના હસ્તે યુથ આઇકોન એવોર્ડ-રામોજી એક્સલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ.સાથે રૂ.૧૦ લાખની ધનરાશી અર્પણ કરવામાં આવેલ.
ડો.દલપત કાતરિયા એ વિશેષમા જણાવ્યું હતુ કે સ્પેશિયલ કેટેગરીમાં આવતા હોય અને દેશ દુનિયામાં જેમનું નામ હોય તેવા દેશભરમાંથી ૯ વ્યક્તિને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યાહતા.જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ડો.ગણેશ બારૈયાની પસંદગી કરવામા આવી હતી.
આ અવસરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મિનિસ્ટર જગમોહન રેડ્ડી,કિશન રેડ્ડી,રાજ્યપાલ,ડે. સી.એમ સહિત ના રાજકીય સહિતના આગેવાનોની ઉપસ્થિતી વચ્ચે સન્માનિત કરવામાં આવેલ.
અમિતભાઇ શાહએ ખાસ
ડો. ગણેશને પાસે બોલાવ્યા
ડો.દલપત કાતરિયા એ જણાવ્યું હતુ કે સમૂહ ફોટો સ્ટેજ પર લેવામાટે દરેક એવોર્ડ મેળવનાર ને બોલાવવામાં આવ્યા હતા.તેમા ડો. ગણેશ બારૈયા ને અમિતભાઇ શાહએ ખાસ પોતાની પાસે બોલાવીને ફોટા પડાવ્યા હતા.
ડો.ગણેશ બારૈયા રાજકીય ચહેરો તરીકે ઉભરી શકે તેમ છે
ડો.ગણેશ બારૈયા તળાજાના સીમાડે આવેલ શેત્રુંજીનદીના તટે આવેલ તેમની પૈતૃક જમીન(વાડી) મા રહેછે.તેઓ તળપદા કોળી સમાજમાંથી આવે છે.તેમના માતા પિતા અભણ છે પરંતુ તેમના કાકા-બાપાના પરિવારના દીકરાઓ ઉચ્ચ અભ્યાસુ છે. સરકારી કર્મચારીથી લઈ નામાંકિત ડોકટર પણ છે.
તેઓ અહીં બહુમત કોળી સમાજમાંથી આવતા હોય ભાવનગર જિલ્લામા સૌથીવધુ કોળી સમાજની વસ્તી હોય ભવિષ્યમાં રાજકીય ચહેરો તરીકે પણ ઉભરી શકે તેમ માનવામાં આવે છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
