News of Wednesday, 22nd July 2026
ડો.અમીષ મહેતાનું પ્રતિષ્ઠીત IMA નેશનલ એકેડેમીક એવોર્ડથી દિલ્હીમાં સન્માન
ખ્યાતનામ યુરોલોજીસ્ટ-કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે એવોર્ડ એનાયતઃ અભિનંદન

રાજકોટ, તા. રરઃ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ખ્યાતનામ યુરોલોજિસ્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને રોબોટિક સર્જન ડો. અમિષ મહેતાને ડોક્ટર્સ ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા પ્રતિષ્ઠિત IMA નેશનલ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬ના નવી દિલ્હી સ્થિત IMA દ્વારા યોજાયેલા ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં ભારત સરકારના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહના હસ્તે તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં IMA ના નેશનલ પ્રેસિડેન્ટ ડો. અનિલ નાયક અને રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ તબીબી શિક્ષણ, સંશોધન, શૈક્ષણિક પ્રવળત્તિઓ, દર્દીકેન્દ્રિત આરોગ્યસેવા અને સમાજ પ્રત્યેની નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ દેશભરના પસંદગીના તબીબોને આપવામાં આવે છે. ડો. અમિષ મહેતાએ યુરોલોજી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને આધુનિક રોબોટિક સર્જરીના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓ માત્ર સફળ સર્જન તરીકે જ નહીં, પરંતુ તબીબી શિક્ષણ, યુવા ડોક્ટરોના માર્ગદર્શન, વૈજ્ઞાનિક અભ્યાસ અને આરોગ્ય જાગળતિ માટે પણ સતત કાર્યરત રહ્યા છે. તેમના આ સર્વાંગી યોગદાનની કદરરૂપે IMA દ્વારા તેમને આ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે.
એવોર્ડ સ્વીકાર્યા બાદ ડો. અમિષ મહેતાએ જણાવ્યું હતું કે, ‘આ સન્માન મેળવવું મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ માત્ર મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ મારી સમગ્ર ટીમ, માર્ગદર્શકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓના વિશ્વાસનું પરિણામ છે. સમાજના આરોગ્ય કલ્યાણ માટે શ્રેષ્ઠ તબીબી સેવા અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના અમારા સામૂહિક પ્રયાસોને મળેલી આ રાષ્ટ્રીય માન્યતા છે.'
આ પ્રસંગે તેમણે બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના મેનેજમેન્ટ, વરિષ્ઠ તબીબો અને સહકર્મી ડોક્ટરોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા મળતું સતત માર્ગદર્શન, આધુનિક સુવિધાઓ, સંશોધન માટેનું અનુકૂળ વાતાવરણ અને ટીમવર્કના કારણે જ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની સારવાર આપવાનું શકય બન્યું છે.
ડો. મહેતાએ આ પ્રતિષ્ઠિત સન્માન IMA રાજકોટના હોદેદારો, ટ્રસ્ટીમંડળ, IMA રાજકોટની સમગ્ર ટીમ, સહયોગી ડોક્ટરો, ર્નસિંગ સ્ટાફ, ટેકનિશ્યન, હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને સમર્પિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે સૌના વિશ્વાસ, સહકાર અને પ્રોત્સાહન વિના આ સિદ્ધિ શકય બની ન હોત. તેમણે વધુમાં જણાવ્યું કે તબીબી ક્ષેત્રમાં સતત નવા સંશોધનો, આધુનિક ટેક્નોલોજી અને દર્દીકેન્દ્રિત અભિગમ અપનાવીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવી એ તેમની પ્રાથમિકતા રહી છે અને ભવિષ્યમાં પણ તેઓ આ જ દિશામાં વધુ સમર્પિત રીતે કાર્ય કરશે.
ડો. મહેતાએ પોતાના પરિવારજનો પ્રત્યે પણ હૃદયપૂર્વક કળતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘તબીબી વ્યવસાય અને સેવાકાર્યના કારણે પરિવારને ઘણીવાર પોતાના સમય અને સુખનો ત્યાગ કરવો પડ્યો છે. તેમ છતાં તેઓ દરેક સંજોગોમાં મારી સાથે અડગ રહ્યા છે અને સતત પ્રેરણા તથા હિંમત આપતા રહ્યા છે. આ સન્માનમાં તેમનો પણ સમાન હિસ્સો છે.' તેમણે અંતમાં જણાવ્યું કે આ રાષ્ટ્રીય સન્માન તેમને ભવિષ્યમાં પણ તબીબી સેવા, તબીબી શિક્ષણ, સંશોધન અને સમાજહિતના કાર્યોમાં વધુ સમર્પિતતા, જવાબદારી અને ઉત્સાહ સાથે કાર્ય કરવા માટે નવી પ્રેરણા આપશે. ડો. અમિષ મહેતાને પ્રાપ્ત થયેલું આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માન માત્ર તેમના માટે જ નહીં, પરંતુ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ શહેર તેમજ સમગ્ર ગુજરાતના તબીબી ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
