<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ડીપી વર્લ્‍ડ મુંદ્રા ૨૦૩૫ સુધીમાં ભારત માટે ૯.૨ અબજ ડોલરની જીડીપી અસર ઊભી કરી શકે છે

ઓક્‍સફોર્ડ ઇકોનોમિક્‍સના નવા રિસર્ચમાં ૨૦૨૪ દરમિયાન ૧૨૮.૯ મિલિયન ડોલરના જીડીપી યોગદાનને દર્શાવવામાં આવ્‍યું છે અને ૨૦૩૫ સુધીમાં ૬.૪ અબજ ડોલરની વધારાની નિકાસનું અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે

મુંબઇ તા.૨: નવા સ્‍વતંત્ર સંશોધને દર્શાવ્‍યું છે કે મુંદ્રા ઇન્‍ટરનેશનલ કન્‍ટેનર ટર્મિનલ (એમઆઈસીટી) દેશભરમાં વેપારને ગતિ આપી રહ્યું છે, આર્થિક મૂલ્‍યનું સર્જન કરી રહ્યું છે અને આર્થિક તકોને મજબૂત બનાવી રહ્યું છે.

૨૦૦૩માં ભારતના પ્રથમ ગ્રીનફિલ્‍ડ કન્‍ટેનર ટર્મિનલ તરીકે એક માઇનોર પોર્ટ ખાતે શરૂ થયેલું એમઆઈસીટી આજે કન્‍ટેનર આધારિત વેપાર માટેનું મહત્‍વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયું છે. આ ટર્મિનલે અત્‍યાર સુધીમાં ૧૯ મિલિયનથી વધુ કન્‍ટેનર્સનું સંચાલન કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧.૪ મિલિયન ટીઈયુનો સમાવેશ થાય છે. આ ટર્મિનલ પヘમિ અને ઉત્તર ભારતના મહત્‍વપૂર્ણ ઔદ્યોગિક તેમજ વપરાશ કેન્‍દ્રોને સેવા આપે છે.

આજે એમઆઈસીટી ભારતને વિશ્વભરના ૭૩ પોર્ટ્‍સ સાથે જોડે છે અને ૧૯,૨૦૦ ટીઈયુ સુધીની ક્ષમતા ધરાવતા ખૂબ જ વિશાળ કન્‍ટેનર વેસલ્‍સનું સંચાલન કરે છે. ગુજરાત, રાજસ્‍થાન, હરિયાણા, પંજાબ અને દિલ્‍હી સુધી વિસ્‍તરેલી મલ્‍ટીમોડલ રેલ કનેક્‍ટિવિટીના આધારે આ કામગીરી વધુ મજબૂત બની છે. જેના પરિણામે સપ્‍લાય ચેઇનની કાર્યક્ષમતા વધી છે અને ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજારોમાં વધુ અસરકારક રીતે સ્‍પર્ધા કરવાની સગવડ મળી છે.

ડીપી વર્લ્‍ડ મુંદ્રા ખાતે વધુ ઝડપી અને વિશ્વસનીય વેપારને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે, સાથે જ વધુ સારી નોકરીઓ મજબૂત કૌશલ્‍ય વિકાસ અને વ્‍યવસાય તથા સમુદાયો માટે વિસ્‍તૃત તકોનું નિર્માણ થઈ રહ્યું છે. પોર્ટ્‍સ, ટર્મિનલ્‍સ અને મલ્‍ટીમોડલ લોજાિસ્‍ટિક્‍સ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ઇન્‍ટિગ્રેટેડ નેટવર્ક દ્વારા ડીપી વર્લ્‍ડ ભારતના આંતરિક વિસ્‍તારો અને દરિયાકાંઠાના પ્રવેશદ્વારો વચ્‍ચેની કનેક્‍ટિવિટી મજબૂત બનાવી રહ્યું છે, જેથી વ્‍યવસાયોને વૈશ્વિક બજારમાં વધુ કાર્યક્ષમ રીતે પ્રવેશ મળી શકે.

(10:46 AM IST)