તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ડબલ એન્જિનની ડબલ હાર, ભાજપ હવે ફ્લોપ શો: અખિલેશ યાદવે કહ્યું- વારાણસીમાં બે વખત મત ગણતરી કરાવી, બંને વખતે ભાજપનો પરાજય
અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “ભાજપ એક ‘ફ્લોપ શો’ બની ગયો છે. વારાણસીમાં, ભાજપ શરૂઆતની મતગણતરીમાં હારી ગયો અને ત્યારબાદ પુનઃગણતરીમાં પણ હારી ગયો, એટલે કે મતોની ગણતરી બે વાર કરવામાં આવી, અને બંને વખતે ભાજપ તથા તેના સાથી પક્ષોને પરાજયનો સામનો કરવો પડ્યો. આ ‘ડબલ એન્જિન’ માટે ‘ડબલ હાર’ સમાન છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
