તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
તક ચુકતા નહીં : નવા મતદાર નિધની અને સુધારણા માટે ચૂંટણી પંચ 4 રવિવારે યોજશે ખાસ મતદાર કેમ્પ
ચૂંટણી પંચદ્વારા 18 થી 19 વર્ષના યુવાનો તેમજ SIR પ્રક્રિયામાં બાકાત થયેલા મતદારો આગામી 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રવિવારે સવારે 10 થી સાંજે 5 દરમિયાન પોતાના મતદાન મથક પર ફોર્મ નંબર-6 (Form No. 6) ભરી શકશે.

નવી દિલ્હી :લોકશાહીની પવિત્ર પ્રક્રિયામાં યુવા પેઢીની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા અને એક પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને 18 થી 19 વર્ષની વયજૂથના નવયુવાનો પોતાના મતાધિકારની નોંધણી સરળતાથી કરાવી શકે તે માટે રાજ્યભરના તમામ મતદાન મથકો પર રવિવારના દિવસોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના જાહેર થયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન કુલ ચાર રવિવારે આ ખાસ કેમ્પ યોજાશે. જેની નિર્ધારિત તારીખો નીચે મુજબ છે:
પ્રથમ રવિવાર: 11 ઓક્ટોબર
બીજો રવિવાર: 18 ઓક્ટોબર
ત્રીજો રવિવાર: 25 ઓક્ટોબર
ચોથો રવિવાર: 1 નવેમ્બર
આ ચારેય દિવસો દરમિયાન તમામ સ્થાનિક મતદાન મથકો પર સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ (BLO) રૂબરૂ હાજર રહેશે અને નાગરિકો પાસેથી જરૂરી અરજીઓ તથા પુરાવા સ્વીકારશે.
જે યુવા નાગરિકોએ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય અથવા આગામી લાયકાતની તારીખ સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા હોય, તેમણે મતદારયાદીમાં નવું નામ દાખલ કરાવવા માટે માત્ર નિર્ધારિત ફોર્મ નંબર-6 ભરવાનું રહેશે. આ ફોર્મ સાથે ઉંમરનો પુરાવો (જેમ કે જન્મ પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ), રહેઠાણનો પુરાવો અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડીને પોતાના સંબંધિત બૂથ પર બીએલઓને જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી પંચના ઓનલાઇન પોર્ટલ અને 'વોટર હેલ્પલાઇન એપ'ના માધ્યમથી પણ ઘરે બેઠા ડિજિટલ અરજી કરી શકાશે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે અગાઉ હાથ ધરાયેલી મતદારયાદી ચકાસણી કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન જે કાયદેસરના મતદારોના નામ કોઈપણ કારણોસર બાકાત રહી ગયા હોય અથવા કમી થઈ ગયા હોય, તેવા મતદારો પણ આ ચાર દિવસીય ખાસ કેમ્પનો લાભ લઈ શકશે. તેઓ જરૂરી ઓળખ અને રહેઠાણના દસ્તાવેજો રજૂ કરીને પુનઃ પોતાનું નામ મતદારયાદીમાં સામેલ કરાવી શકશે. ચૂંટણી પંચે તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાઈ પોતાના મતાધિકારની નોંધણી કરાવવા અપીલ કરી છે
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
