તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 29th July 2026
ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવ અને વાટાઘાટોની તરફેણ છતાં ઈરાન દ્વારા જોર્ડનમાં આવેલા અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર પ્રથમ જબ્બર મિસાઈલ હુમલો: ગંભીર સ્થિતિ

ન્યૂયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શાંતિ વાટાઘાટો અને સીઝફાયરની તરફેણ કરવામાં આવી હોવા છતાં ઈરાનના આઈઆરજીસી દ્વારા જોર્ડનમાં આવેલા યુએસ લશ્કરી બેઝ ઉપર અચાનક મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.
અમેરિકન સેન્ટકોમ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ મંગળવારે સાંજે ૫:૪૫ વાગ્યાના સુમારે ઈરાન તરફથી છોડવામાં આવેલી તમામ ઘાતક મિસાઈલોને અમેરિકન ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી હતી અને તેને જમીન પર પડતા રોકી દેવાઈ હતી.
સદનસીબે આ ભયાનક હુમલામાં કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે ઈરાન દ્વારા આ એ જ અમેરિકન લશ્કરી બેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જ્યાં ભૂતકાળમાં ૨ અમેરિકન સૈનિકો શહીદ થયા હતા.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
