<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

શાંતિ વાટાઘાટોમાં પડેલી મડાગાંઠ ઉકેલવા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સૈન્ય હુમલા કરવાની તૈયારીમાં

અમેરિકા મોટા એક્શનના મૂડમાં: બંદરોની નાકાબંધી ઉપરાંત મર્યાદિત સ્ટ્રાઈક અંગે પણ ગંભીર વિચારણા

 

 

ન્યૂયોર્ક: ઇસ્લામિક રિપબ્લિક (ઈરાન) સાથે અટકી પડેલી શાંતિ પ્રક્રિયામાં ગતિ લાવવા અને દબાણ ઉભું કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની અંદર ફરીથી મર્યાદિત હુમલાઓ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે.

 

વોલ સ્ટ્રીટ જર્નલના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, પરિસ્થિતિથી પરિચિત સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઈરાન (ઇસ્લામિક રિપબ્લિક) સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની પ્રક્રિયામાં વર્તમાન મડાગાંઠને તોડવા માટે એક આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. આ રણનીતિના ભાગરૂપે તેઓ ઈરાનની અંદર મર્યાદિત સૈન્ય હુમલાઓ (લિમિટેડ સ્ટ્રાઈક્સ) ફરી શરૂ કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

 

અહેવાલો અનુસાર, ટેબલ પર અન્ય એક વિકલ્પ પણ ખુલ્લો રખાયો છે, જેમાં સમગ્ર ઈરાનમાં વ્યાપક સ્તરે મોટા હુમલાઓ (હાઈ ટેમ્પો સ્ટ્રાઈક્સ) કરવાનો સમાવેશ થાય છે, જોકે અત્યારે આની શક્યતા ઓછી જણાઈ રહી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો અમેરિકા દ્વારા આ સૈન્ય પગલાં લેવામાં આવશે, તો તે યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા અગાઉ જાહેર કરાયેલ ઈરાની બંદરો પરના દરિયાઈ ટ્રાફિકની આકરી નાકાબંધી ઉપરાંતના વધારાના અને કડક પગલાં હશે. *

(9:32 AM IST)