<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દિલ્‍હીમાં લાઈવ પ્રોગ્રામ દરમિયાન ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રુબિયોને કર્યો ફોન, અને કહ્યું I Love PM Modi...

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રાજદૂત સર્જિયો ગોરની હાજરીમાં દિલ્‍હીમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ઈવેન્‍ટ વૈશ્વિક ચર્ચાનું કેન્‍દ્ર બની ગઈ : આ ખાસ મોકા પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સાત સમુદ્ર પારથી ઓનલાઈન વીડિયો દ્વારા સીધા જોડાઈને ભારતીય વડાપ્રધાન વિશે કેટલીક એવી અભૂતપૂર્વ વાતો કહી દીધી, જેણે એશિયાથી લઈને વોશિંગ્‍ટન સુધીના રાજદ્વારી ગલિયારાઓમાં એક નવો સસ્‍પેન્‍સ ઊભો કરી દીધો છે

નવી દિલ્‍હી તા.૨૫: ભારત અને અમેરિકાના મજબૂત થતા દ્વિપક્ષીય સંબંધો વચ્‍ચે રાજધાની દિલ્‍હીમાં એક હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ ઈવેન્‍ટમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે. રવિવારે દિલ્‍હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં માર્કો રુબિયોએ ઉત્‍સાહભેર હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ મંચ પર વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તે સમયે ભારે ચર્ચાનો વિષય બન્‍યો જ્‍યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સીધા વોશિગ્‍ટનથી ઓનલાઈન વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા આ ઈવેન્‍ટમાં જોડાયા હતા.

આ હાઈ-પ્રોફાઈલ ડિજિટલ સેગમેન્‍ટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારતના વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની વૈશ્વિક નેતૃત્‍વ ક્ષમતાના મુક્‍તકંઠે વખાણ કર્યા હતા. ટ્રમ્‍પે વૈશ્વિક મંચ પરથી ભારતીય વડા પ્રધાન પ્રત્‍યે પોતાનો આદર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, તેઓ પીએમ મોદીના બહુ મોટા પ્રશંસક અને ૅમોટા ચાહકૅ છે. આટલું જ નહીં, પોતાની આગવી અંદાજમાં મિત્રતાની નવી મિસાલ કાયમ કરતા ટ્રમ્‍પે ડિજિટલ સંબોધનમાં સ્‍પષ્ટપણે સ્‍વીકાર્યું હતું કે, ૅહું વડા પ્રધાન મોદીને ખૂબ પ્રેમ કરું છું.ૅ અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ કાર્યક્રમ હોલમાં હાજર તમામ વિદેશી અને ભારતીય પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને વધાવી લીધી હતી.

નોંધનીય છે કે દિલ્‍હીના આ મંચ પરથી અમેરિકી રાષ્ટ્રપતિનો આ લાઈવ સંવાદ માત્ર ઔપચારિક ન હતો, પરંતુ તે વૈશ્વિક જીઓ-પોલિટિક્‍સમાં ભારતની મજબૂત સ્‍થિતિનો સ્‍વીકાર કરે છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોની આ મુલાકાત અને ટ્રમ્‍પનું પીએમ મોદી પ્રત્‍યેનું આ આક્રમક વલણ દર્શાવે છે કે આગામી દિવસોમાં સંરક્ષણ આતંકવાદ વિરોધી અભિયાન અને વ્‍યાપારિક ભાગીદારીના મુદ્દે ભારત-અમેરિકા વચ્‍ચે કોઈ મોટો ઐતિહાસિક કરાર થઈ શકે છે. દિલ્‍હીના આ હાઈ-પ્રોફાઈલ શો એ સાબિત કરી દીધું છે કે વોશિગ્‍ટનની નવી સરકાર માટે નવી દિલ્‍હી સાથેની મિત્રતા સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે.

(10:34 AM IST)