News of Tuesday, 5th May 2026
બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પર ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને વધાવ્યા
વ્હાઇટ હાઉસે પીએમ મોદીના નેતૃત્વ અને લોકશાહી પ્રક્રિયાની કરી પ્રશંસા: ટ્રમ્પે આ જીતને લોકશાહી પ્રક્રિયામાં જનતાના અતૂટ સમર્થનનું પ્રતીક ગણાવ્યું

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક અને પ્રચંડ જીતના પડઘા હવે સાત સમુદ્ર પાર અમેરિકા સુધી પડ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ નિર્ણાયક વિજય બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ જીતને લોકશાહી પ્રક્રિયામાં જનતાના અતૂટ સમર્થનનું પ્રતીક ગણાવ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ ભારતના રાજકીય ઇતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે. 294 સભ્યોની વિધાનસભામાં ભાજપે ૨૦૭ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ સાથે જ મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જે 2021 ની 215 બેઠકોની સરખામણીએ મોટો ઘટાડો દર્શાવે છે
રાજકીય વિશ્લેષકો માને છે કે સંદેશખાલી અને આરજી કર હોસ્પિટલ જેવી ઘટનાઓ, ભ્રષ્ટાચારના આરોપો અને વિકાસની તીવ્ર માંગને કારણે એન્ટી-ઈન્કમ્બન્સી ફેક્ટર કામ કરી ગયું છે. ભાજપનો વોટ શેર પણ વધીને 45.8% થયો છે. ખુદ મમતા બેનર્જી તેમની ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે પરાજિત થયા છે. 9 મેના રોજ બંગાળમાં પ્રથમવાર દક્ષિણપંથી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે, હારથી નિરાશ મમતા બેનર્જીએ પરિણામોમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે, જેને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે. .
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
