<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

જાડિયા ડોગીની સ્‍પર્ધામાં વિનર બનેલો ડોગ ખિતાબ મેળવતાં પહેલાં જ મરી ગયો

૭૫ કિલો વજન ધરાવતો ગોલા નામનો ડોગી સૌથી વધુ મત સાથે જીતી ગયો હતો

નવી દિલ્‍હી,તા.૦૩: સપ્‍ટેમ્‍બર મહિનાના અંતમાં દિલ્‍હીમાં એક ઇન્‍ટાગ્રામ અકાઉન્‍ટ પરથી ‘ફેટ ડોગ્‍સ ઑફ દિલ્‍હી' ટાઇટલ સાથે શહેરના સૌથી જાડિયા અને જાણીતા ડોગ માટેની સ્‍પર્ધા યોજાઈ હતી. એમાં કુલ ૬૪ ડોગીઓએ ભાગ લીધો હતો. એમાં પ્રાણીપ્રેમીઓએ ઑનલાઇન વોટિગ કરવાનું હતું. વોટિગ માટે પહેલાં ૩૨ જોડીઓ તૈયાર કરવામાં આવેલી. એ જોડીઓમાંથી જેને વધુ લાઇક્‍સ મળી એ આગળના રાઉન્‍ડમાં વધ્‍યા. પહેલી ઑક્‍ટોબરે આ ઑનલાઇન સ્‍પર્ધામાં છેલ્‍લે બે ડોગીઝ ફાઇનલ રાઉન્‍ડમાં બચ્‍યા હતા. એકનું નામ હતું ગુગુ અને બીજાનું નામ હતું ગોલા. ૭૫ કિલો વજન ધરાવતો ગોલા નામનો ડોગી સૌથી વધુ મત સાથે જીતી ગયો હતો. જોકે કરુણતા એ હતી કે અઠવાડિયા સુધી લાંબી ચાલેલી આ સ્‍પર્ધા દરમ્‍યાન ડોગીની તબિયત ખરાબ થતાં એ વિનર જાહેર થયો એ પહેલાં એનું મૃત્‍યુ થઈ ગયું હતું.

(2:48 PM IST)