<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ચોટીલાના અકસ્માતમાં મૃત્યુ પામેલા ૪ લોકોના ડીએનએ ટેસ્ટીંગ માટેના નમૂના મોકલાયા

૭ દિવસ બાદ તમામનો રિપોર્ટ આવ્યા બાદ થશે ઓળખઃ હાલ મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ :..  ચોટીલાના સાંગાણી નજીક ડામર ભરેલું ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નીપજવા પામ્યા હતા જોકે આ સંદર્ભે ડામર ના કારણે ટ્રાવેલ્સમાં આગ લાગી ગઈ હતી અને કારમાં સવાર ચાર લોકો જીવતા સળગી ગયા હતા અને ત્યારે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને ચાર લોકોના કંકાલ બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સમગ્ર ઘટનામાં ૧૦ થી વધુ લોકોને ઈજા પણ પહોંચી હતી.

ત્યારે મૃતકમાં ડ્રાઇવર અને કલીનરનું મોત નીપજવા પામ્યું હતું આ ઉપરાંત જૂનાગઢના દંપતી જબ્બરભાઈ અને તેમના પત્ની નસુબેનનું પણ મોત નીપજવા પામ્યું હતું ત્યારે તમામ લોકો બળીને ખાખ થઈ ગયા હતા.

ે આ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખી અને તેમના સગાસ્નોહી જનોને બોલાવી અને તેમના નમુના લેવામાં આવ્યા છે અને મળી આવેલી ડેડ બોડી ના નમુના લઇ અને તેમના ડીએનએ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સાત દિવસ પછી રિપોર્ટ આવશે ત્યારબાદ મૃતદેહો સોંપવા અંગેની કામગીરી કરવામાં આવશે  આ મુદ્દે ચોટીલા પીએસઆઇ દ્વારા અકસ્માત મુદ્દે પણ ડામર ભરેલું ટેન્કર ત્યાં બંધ પડેલું હતું કે ચાલુ હતું અને ટ્રાવેલ્સ કેટલા ની સ્પીડ ઉપર જતી હતી તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:11 AM IST)