તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છેઃ પૂ. મોરારીબાપુ
તિર્થભૂમી ગંગામૈયાના સાનિધ્યમાં હરદ્વારમાં ''માનસ અમૃતમગમય''શ્રી રામકથાનો બીજો દિવસ

રાજકોટઃ ઉતરાખંડની નૈસર્ગિક તીર્થભૂમિ અને ગંગામૈયાના પરમ પવિત્ર પ્રવાહના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા 'માનસ અમૃતમગમય' ગઇ કાલે બીજા દિવસના પડાવ પર પહોંચી હતી, કથાના પ્રેમમય સંવાદને આગળ વધારતા પૂ. મોરારીબાપુએ કહયું કે બધી કામનાઓનો અંત આવી જાય, આપણી કામનાઓ ખતમ થઇ જાય ત્યારે મૃત્યુ અમૃતમા પરિવર્તીત થઇ જાય છે અને માણસ બ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. વ્યકિત બ્રહ્મમય થઇ શકે છે પણ આપણા મન-હૃદયમાં રહેલી આ સાત કામનાઓ નષ્ટ થઇ જાય તો જ મૃત્યુ અમૃતમય બની શકે, આપણી અંદર કઇ કઇ સાત કામનાઓ રહેલી છે. (૧) મનોકામના,(ર) પુત્રકામના-પુત્રેષણા,(૩) ધન-પૈસાની કામના એટલે કે વિતેષણા, (૪) પ્રસિધ્ધિની કામના-લોકેષણા, (પ) વિજયની કામના,(૬) સ્વાતંત્રયની કામના અને (૭) કામની મુકત કામના, કોઇ બુધ્ધપુરુષ કે સાધુ આ સઘળી કામના મુકત ના માર્ગ પર જાય તો પરિવાર કામનાઓ રાખે છે એટલે આ માર્ગે મુશ્કેલીઓ તો આવે છે.
પૂ. મોરારીબાપુએ કહયું કે શાસ્ત્રોમાં કોણ-કોણ મરેલા છે અને કોણ કોણ અમર છે ? ની વાત સમજાવી છે આ ચૌદ લોકોને એ જીવતા હોય તો પણ મરેલા જાણવા અને સાથે-સાથે એથી ઉલ્ટુ હોય તો એ મર છે. (૧)વામમાર્ગી-એટલે કે આખી દુનિયાથી વિપરીત જ હોય-ઉલ્ટો જ હોય એ મરેલો છે, જયારે મધ્યમાર્ગી અમર છે (ર)અત્યંત કામી માણસ મરેલો છે, કામવશ હોય એ મરેલો છે પણ રામવશ હોય એ અમર છે.(૩) કૃપણ-લોભી હોય એ મરેલો પણ જેની દૃષ્ટિ ઉદાર હોય સંકીર્ણન હોય એ અમર છે.(૪) મૂઢ મૂખ હોય એ મરેલો જાણવો પણ પરમાત્માના ગૂઢ રહસ્યોને જે જાણે તે અમર છે. (પ) અતી ગરીબ મૃતક છે પણ અત્યંત ઉદાર હોય એ અમર છે. (૬) બદનામી હોય એ મરેલો છે પણ સયશ હોય તે અમર છે. (૭) અત્યંત વૃધ્ધ હોય એ મરેલો છે, પણ વૃધ્ધત્વમાં ભીતરી સાધનામાં કાયમ યુવાન હોય એ અમર છે.(૮) નિરંત રોગો-રોગગ્રસ્ત એ મરેલો જાણવો પણ જેને પ્રભુપ્રેમનો પરમ રોગ લાગ્યો હોય એ અમર છે. (૯) નિરંત ક્રોધી હોય એ મરેલો છે પણ જે સંંતત બોધી હોય એ અમર છે અખંડ બોધ જેને થાયો હોય એ અમર છે. (૧૦) વિષ્ણું વિરોધી હોય એ મરેલો છે પણ વિષ્ણુ ઉપાસક અમર છે. (૧૧) વેદ-સાધુનો વિરોધી હોય એ મરેલો છે પણ વેદ-સાધુનો આદર કરે તે અમર છે. શ્રૃતિનો આદર કરે તે અમર છે. (૧ર) તન પોષક- એટલે કે માત્ર શરીર કેન્દ્રી હોય એ મૃતક છે,પણ સર્વનો વિચાર કરે તે અમર છે, અમૃતલોકમાં બધાં જો સર્વહિતનું જે વિચારે છે તે અમર છે (૧૩) નીંદક મૃતક છે પણ જે નીંદા કરે એને પણ વંદન કરે છે તે અમર છે. મૂળમાંથી સ્વભાવિક નીંદક હોય જે કદી સુધરે નહી તે મૃતક છે ખરાબ સંગતને કારણે જે નિંદક હોય એ સુધરી શકે છે. (૧૪) પાપની ખાણ હોય એ મૃતક છે પણ જે પુણ્યશ્લોક છે એ અમર છે તો શાસ્ત્રોએ ચીંધેલા આ ચૌદ લોકો જીવતા હોય તો ય અને મરેલા જાણવા. -મનોજ જોશી 'મજો'-રાજકોટ (મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦/ ૯૪૨૬૨ ૪૨૧૧૫)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
