<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

દિશા સલિયન મૃત્‍યુ કેસની તપાસ CBI કરશેઃ બોમ્‍બે હાઈકોર્ટનો આદેશ

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજરના શંકાસ્‍પદ મોત અંગે પિતાની અરજી બાદ કોર્ટની લાલ આંખઃ FIR નોંધી તપાસ હાથ ધરવા નિર્દેશ

મુંબઈ, તા.૨: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના શંકાસ્‍પદ મળત્‍યુના કેસમાં બોમ્‍બે હાઈકોર્ટે અત્‍યંત મહત્‍વપૂર્ણ અને મોટો આદેશ આપ્‍યો છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલાની તપાસ દેશની સર્વોચ્‍ચ તપાસ એજન્‍સી સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઈન્‍વેસ્‍ટિગેશનને સોંપવાનો નિર્દેશ આપ્‍યો છે. આ આદેશ બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કેસની તપાસ હવે નવા મોડ પર આવી ગઈ છે.

ઘટના અને અત્‍યાર સુધીની કાર્યવાહી ઉલ્લેખનીય છે કે, ૮ જૂન ૨૦૨૦ના રોજ મુંબઈના મલાડ વિસ્‍તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના ૧૪મા માળેથી પડી જવાથી ૨૮ વર્ષીય દિશા સલિયનનું કથિત રીતે મળત્‍યુ થયું હતું. મુંબઈ પોલીસે શરૂઆતમાં આ કેસને અકસ્‍માતે થયેલ મળત્‍યુ તરીકે નોંધ્‍યો હતો. ત્‍યારબાદ આ મામલે ભારે રાજકીય નિવેદનબાજી અને આરોપો-પ્રત્‍યારોપો થતાં મહારાષ્‍ટ્ર સરકાર દ્વારા ખાસ તપાસ ટુકડીની રચના પણ કરવામાં આવી હતી.

હાઈકોર્ટનો નિર્દેશ અને સીબીઆઈને સૂચના દિશાના પિતા સતીશ સલિયને પુત્રીના સિક્રેટ અને શંકાસ્‍પદ સંજોગોમાં થયેલા મોત અંગે નવેસરથી અને તટસ્‍થ તપાસની માંગ સાથે બોમ્‍બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્‍યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્‍યા હતા, જેમાં યોગ્‍ય સમયસર FIR ન નોંધવી અને તપાસમાં રહેલી ક્ષતિઓનો સમાવેશ થાય છે.

અદાલતે સીબીઆઈને તાત્‍કાલિક અસરથી કેસની સત્તાવાર FIR નોંધવા અને દિશાના પિતાનું વિગતવાર નિવેદન લેવાનો આદેશ આપ્‍યો છે. આ સાથે જ મુંબઈ પોલીસને આ કેસ સંબંધિત તમામ દસ્‍તાવેજો અને પુરાવાઓ સીબીઆઈને સોંપી દેવાની સૂચના આપી છે.

કોર્ટની સ્‍પષ્ટતા, પુરાવા વિના કોઈ આરોપી નહીં બોમ્‍બે હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્‍પષ્ટપણે ટાંકયું છે કે તપાસ દરમિયાન માત્ર શંકા કે માત્ર આરોપોના આધારે કોઈપણ વ્‍યક્‍તિને આરોપી ગણી શકાય નહીં. જ્‍યાં સુધી તપાસ અધિકારીને કોઈ વ્‍યક્‍તિ વિરુદ્ધ પૂરતા અને નક્કર પુરાવા ન મળે ત્‍યાં સુધી કોઈ સામે સખત કાર્યવાહી કે આરોપી તરીકે ઓળખ સુનિヘતિ કરવી નહીં. હવે સીબીઆઈ આ હાઈ-પ્રોફાઈલ મામલાના તમામ પાસાઓ, સંજોગો અને દસ્‍તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને સત્‍ય સામે લાવવાનો પ્રયાસ કરશે.

 

(4:05 PM IST)