<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

8માં પગાર પંચને લઈ કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે ચર્ચા વ્યાપક બની:મોંઘવારી ભથ્થા (DA)માં મોટા ફેરફાર

સંગઠનોએ માંગ કરી છે કે લઘુતમ પગાર નક્કી કરવાની જૂની ફોર્મ્યુલામાં ફેરફાર કરે, મોંઘવારી, ફિટમેન્ટ ફેક્ટર અને DA સાથે સાથે લઘુતમ વેતનના માળખામાં પણ આ સાથે મોટું યોગદાન રહે છે.

નવી દિલ્હી : 8માં પગાર પંચને લઈ કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે ચર્ચા વ્યાપક બની છે. મોંઘવારી ભથ્થા (DA)માં મોટા ફેરફાર વચ્ચે કર્મચારીઓમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યુનિયનો તથા કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે લઘુતમ પગાર નક્કી કરવાની જૂની ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવશે. મોંઘવારી, ફિટમેન્ટ ફેક્ટર અને DA સાથે સાથે લઘુતમ વેતનના માળખામાં પણ આ સાથે મોટું યોગદાન રહે છે.

લઘુતમ વેતનની ફોર્મ્યુલા ફેમિલી યુનિટને કહેવામાં આવે છે. હકીકતમાં ફેમિલી યુનિટ એવા મોડલ પરિવારને કહેવામાં આવે છે કે જેના આધાર પર સરકાર એ બાબત નક્કી કરે છે કે એક કર્મચારીએ પરિવાર ચલાવવા માટે લઘુતમ કેટલી આવકની જરૂરત છે. તેમાં સામાન્ય રીતે કર્મચારી, તેની પત્ની તથા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. તે અનુમાનના આધારે લઘુતમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થાની ગણતરી કરવામાં આવે છે.

યુનિયનો તથા સંગઠનોનું કહેવું છે કે આ ફોર્મ્યુલા દાયકા પહેલા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે પરિવારોના ખર્ચ મર્યાદિત હતા. પણ હવે ભાડા, બાળકોના અભ્યાસ, પ્રાઈવેટ હોસ્પિટલોના ખર્ચ, પરિવહન તથા દૈનિક જરૂરિયાતો પાછળ થતા ખર્ચા ઘણા વધી જાય છે. આ સંજોગોમાં પગાર સંરચના આધુનિક પરિવારોની વાસ્તવિક જરૂરિયાતોને પૂરી કરી શક્તિ નથી.

ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન સહિત અનેક કર્મચારી સંગઠને 8માં પગાર પંચને એક આવેદન પત્ર આપીને ફેમિલી યુનિટની નવી વ્યાખ્યા નક્કી કરવા અંગે માંગ કરી હતી. તેમનું કહેવું છે કે ફક્ત મોંઘવારી ભથ્થા (DA) વધારવાથી કર્મચારીઓને રાહત મળશે નહીં. જો સરકાર સંગઠનોની એવી માંગ માની ફેમિલી યુનિટના માપદંડોમાં ફેરફાર કરે છે તો તેની સીધી અસર લઘુતમ બેઝીક વેતન, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા તથા પેન્શન પર થશે. તેને લીધે લાખો કર્મચારીઓને લાભ થઈ શકે છે.

(11:29 PM IST)